Not Set/ બે બહેનોને ઘરકામ બાબતે થયો ઉગ્ર ઝગડો,મોટી બહેને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી

રાજકોટ, રાજકોટમાં બે બહેનો વચ્ચે નાની વાતોને લઇને ઝગડો થતાં મોટી બહેને આપઘાત કર્યો છે.આ ઘટનામાં કરૂણતા એ હતી કે મોટી બહેને આપઘાત કરી લેતાં નાની બહેને પણ પહેલા માળની બાલ્કનીમાંથી ઝંપલાવ્યું હતું.જો કે તેને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. રાજકોટના સંતોષીનગર અવધ રેસિડેન્સીમાં 29 વર્ષની સેજલ હકાભાઇ નૈયા સાથે 22 વર્ષની […]

Top Stories Rajkot Gujarat
aaaam 10 બે બહેનોને ઘરકામ બાબતે થયો ઉગ્ર ઝગડો,મોટી બહેને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી

રાજકોટ,

રાજકોટમાં બે બહેનો વચ્ચે નાની વાતોને લઇને ઝગડો થતાં મોટી બહેને આપઘાત કર્યો છે.આ ઘટનામાં કરૂણતા એ હતી કે મોટી બહેને આપઘાત કરી લેતાં નાની બહેને પણ પહેલા માળની બાલ્કનીમાંથી ઝંપલાવ્યું હતું.જો કે તેને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી છે.

રાજકોટના સંતોષીનગર અવધ રેસિડેન્સીમાં 29 વર્ષની સેજલ હકાભાઇ નૈયા સાથે 22 વર્ષની તેની નાની બહેન કાજલ પરિવાર સાથે રહે છે.પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે બંને બહેનો વચ્ચે ઘરકામ બાબતે ઝગડો થતા સેજલે પંખે લટકી ગળેફાંસો ખાઇ લીધો હતો.

મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું કે સેજલને નાની બહેન કાજલ સાથે ઘરકામ બાબતે ઝઘડો થતાં સેજલને માઠું લાગી ગયું હતું અને તેણે હું જાવ છું ફાંસો ખાધા તેમ કહ્યાં બાદ રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

કાજલને પહેલા તો મજાક લાગી હતી. પણ તેણે થોડીવાર બાદ રૂમમાં જઇ જોતાં મોટી બહેન લટકતી જોવા મળતાં તે ગભરાઇ ગઇ હતી અને તેણે બાલ્કનીમાંથી ઠેંકડો મારી લેતાં તેને પગમાં ઇજા થઇ હતી.

પોલિસે સેજલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આપી વધુ તપાસ હાથ ધરી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.