Surat News/ સુરતમાં ફરી એકવાર ગ્રીષ્માકાંડ? પ્રેમમાં પાગલ એક યુવકે યુવતી પર કર્યો જીવલેણ હુમલો

પ્રેમમાં પાગલ એક યુવકે જાહેર રોડ પર યુવતીના ગળા પર બ્લેડ મૂકી દીધી હતી. જોકે એક રાહદારી યુવાને હિંમત કરતા તેના હાથમાંથી બ્લેડ નીચે પાડી દીધી હતી અને યુવતીને છોડાવી હતી

Top Stories Gujarat Surat Breaking News

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે. પ્રેમમાં પાગલ એક યુવકે જાહેર રોડ પર યુવતીના ગળા પર બ્લેડ મૂકી દીધી હતી. જોકે એક રાહદારી યુવાને હિંમત કરતા તેના હાથમાંથી બ્લેડ નીચે પાડી દીધી હતી અને યુવતીને છોડાવી હતી પરંતુ આ ઘટના દરમ્યાન ઝપાઝપી થતા રાહદારી યુવાનના હાથમાં બ્લેડ વાગી જતા તેને ૧૫ જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક પ્રેમમાં પાગલ યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે યુવતીનો જીવ બચાવનાર રાહદારી યુવાનનું ઉચ્ચ પોલીસ કર્મીઓએ સન્માન કરી તેમની હિંમતને બિરદાવી હતી.

આ અંગે ડીસીપી પીનાકીન પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે , તારીખ 9 ઓગસ્ટ 2024 ના રોજ ઝોન ત્રણ વિસ્તારના મહીધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે વસ્તાદેવડી રોડ શાંતિનિકેતન સોસાયટીની સામે સવારે 8:30 એક બનાવ બનવા પામેલ હતો. જેમાં એક યુવતી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તે થી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને લેડીઝ નો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો. આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને જે યુવતી હતી એના ગળા ઉપર મૂકીને ધમકી આપી હતી કે કોઈપણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ. પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશે જે શાંતિનિકેતન સોસાયટીની આસપાસ રહે છે. તેમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા યુવતીને છોડી દીધી હતી જેથી યુવતી ભાગી ગઈ હતી. પરંતુ દીપુન જેના સાથે જપાજપી કરતા એના હાથમાં રહેલી બ્લેડ ચિંતનભાઈ હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર 15 ટાંક આવેલા છે. તો પોલીસને જ્યારે ખબર પડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મહિધરપુરા પોલીસેની ટીમે તપાસ હાથ ધરી રેલ્વે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી દીપુન ઘટનાને અંજામ આપી ઓરિસ્સા ભાગી જવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે , ભોગ બનનાર યુવતી અને આ આરોપી દીપુન બંને ઓરિસ્સાના રહેવાસી છે અને તેઓ ઓરિસ્સામાં સાથે ભણતા હતા. બન્ને વચ્ચે ચારથી પાંચ વર્ષનો પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ દરમિયાન આ યુવતીના અમુક ફોટોગ્રાફ્સ અને વિડિયો દીપુને પોતાના મોબાઈલમાં રાખેલા હતા અને એ મોબાઇલના ફોટાના આધારે એને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવાની ધમકી આપી એની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયત્ન કરતો હતો એ દરમિયાન આ યુવતી ઓરિસ્સાથી એમના સબંધીને ત્યાં સુરત ખાતે રહેવા આવી ગઈ હતી જેની ખબર આરોપી દીપુનને પડતા એ પણ સુરત આવ્યો હતો અને અહીંયા આવીને યુવતીનો કોન્ટેક્ટ કરી ફરીથી એ જ રીતે એને ધમકીઓ આપી અને બ્લેકમેલ કરતો હતો.બાદમાં એક વખત આરોપી પોતે જે જગ્યાએ વરાછામાં રહેતો હતો ત્યાં યુવતીને લઇ ગયો હતો અને રૂમમાં સાત દિવસ પોતાની પાસે રાખી તેની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યા હતા. બાદમાં યુવતીએ ફરી પ્રયુક્તિથી ત્યાંથી ભાગી ગઈ હતી અને તેના બીજા સબંધીને ત્યાં રહેવા ચાલી ગઈ હતી. પરંતુ જ્યારે આરોપીને ખબર પડી કે યુવતી કોઈ જગ્યાએ નોકરી કરે છે અને સવારે આ રસ્તેથી પસાર થાય છે તો આરોપીએ યુવતીનો પીછો કરતા કરતા એની પાછળ આવ્યો અને એનો હાથ પકડીને ખેંચીને પોતાના ઘર તરફ લઈ જવા દબાણ કરતો હતો પરંતુ આજુબાજુના લોકો ભેગા થઇ જતા તેને યુવતીના ગળા પર બ્લેડ મૂકી દઈ મારી નાખવાની ધમકી આપી હતી જો કે ચિંતન પટેલ નામના રાહદારીએ હિંમત કરતા યુવતીનો જીવ બચી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો યુવતીનો જીવ બચાવનાર રાહદારી ચિંતન પટેલની હિંમતને બિરદાવી તેનું સન્માન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે , આવી જ ઘટના સુરતના કામરેજના પાસોદરામાં 12 ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી અને  ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના વિડીયો વાયરલ થયા હતા. જો કે પોલીસે આરોપી ફેનિલ ગોયાણીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતા આરોપી ફેનિલ ગોયાણીને 5 મેં ૨૦૨૨ના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. અને તે સમયે જ જજે કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો