Business/ શાળા શરૂ થતાં પૂરક ધંધાને ગતિ મળશે, અંદાજે 1 હજાર કરોડનો ધંધો મળી રહેશે

કૃષિ આંદોલન / ખેડુતોનું આંદોલન પાછું ખેંચનારા વી.એમ.સિંઘ અને મેનકા ગાંધી વચ્ચે શું સંબંધ છે ?

Top Stories Gujarat Others
jamnagar firing 4 શાળા શરૂ થતાં પૂરક ધંધાને ગતિ મળશે, અંદાજે 1 હજાર કરોડનો ધંધો મળી રહેશે

@અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ , અમદાવાદ.

  • સ્ટેશનરીના ધંધા સહિત અનેક ધંધામાં આવશે તેજી
  • નોટબુકનું પ્રોડક્શન કરતી બંધ કંપની થશે શરૂ
  • સ્કુલવર્ધી વાન સંચાલકો માટે શરૂ થશે રોજગારી
  • વિદ્યાર્થી-શિક્ષક-સંચાલકો સહિત તમામમાં ઉત્સાહ

ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતાં હવે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કરવાની દિશામાં સરકારે કવાયત હાથ ધરી છે. ત્યારે શિક્ષણ સાથે સંકળાયેલાં અનેક પૂરક ધંધાર્થી કે વેપારીમાં ખુશી છવાઇ છે. સતત 10 મહિનાથી બંધ રહેલાં ધધા-વેપારમાં હવે તેજીની આશા ધંધાર્થી અને વેપારીઓ રાખી રહ્યાં છે. શિક્ષણ ધબકતું થવાના પગલે અંદાજે 1 હજાર કરોડના ધંધા-વેપાર ધમધમતાં થશે. તો  સ્કુલવર્ધી વાન સંચાલક સહિત અનેક લોકો માટે રોજગારીના દ્વાર પણ ફરી ખુલશે.

Stationery Market in China | Business in Guangzhou and China

ગુજરાતમાં કોરોના કેસમાં હવે સતત ઘટાડો થતો જાય છે. અર્થતંત્રની સાથે હવે શૈક્ષણિકકાર્યને પણ વેગવંતુ બનાવવા શૈક્ષણિકસંસ્થા પુન ધમધમતી કરવા સરકારે નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કામાં ધોરણ- 10 અને 12 માટે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કર્યા બાદ હવે પહેલી ફેબ્રુઆરીથી ધોરણ-9 અને 11 માટે શૈક્ષણિક કાર્ય પુન શરૂ કરવામાં આવશે. શૈક્ષણિકકાર્યને પુન શરૂ કરવાના નિર્ણયના પગલે શિક્ષણ સાથે સંકળાયેલાં અનેક પ્રકારના પૂરક ધધા-વેપાર જે 10 મહિનાથી બંધ અથવા મંદ ગતિમાં છે. તેને વેગ મળશે. કોરોનાના ગ્રહણના કારણે નોટબુક બનાવતી અંદાજે 500 જેટલી કંપની પર કોરોના ગ્રહણની અસર વર્તાઇ છે. તો સ્ટેશનરીના વેપારમાં ભારે મંદી આવી હતી. પરંતુ શિક્ષણકાર્ય શરૂ થતાં નોટોબુક બનાવતી કંપી અને સ્ટેશનરીના વેપારમાં તેજી આવશે.

Paper & Stationery Shop, Brace Bridge - Paper Dealers in Kolkata - Justdial

હાલ મંદગતિમાં રહેલાં વેપારમાં અંદાજે 1 હજાર કરોડનો વેપાર થવાની આશા વેપારીઓ રાખી રહ્યાં છે. સ્ટેશનરી ઉપરાંત સ્કુલબેગ-લંચબોક્સ-વોટરબેગ0 સ્કુલ યુનિફોર્મ અને સ્કુલ શૂઝ સહિતના મંદ ગતિમાં રહેલાં વેપારમાં પણ તેજી આવવાની સંભાવના વેપારીઓ જોઇ રહ્યાં છે. જ્યારે શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલાં સ્કુલવર્ધી સંચાલકોની સ્કુલવાન પણ છેલ્લા દસ મહિનાથી બંધ થતાં તેઓની રોજગારી પર પણ વિપરિત અસર થઇ છે.હવે જ્યારે ધોરણ-9 થી 12ના વર્ગ પુન શરૂ થયા છે ત્યારે તેઓની રોજગારી પુનપ્રસ્થાપિત થશે. એકંદરે શિક્ષણકાર્ય વેગવંતુ બનતાં શિક્ષણ સાથે સંકળાયેલાં પૂરક ધંધા-વેપાર સાથે અનેકલોકો માટે રોજગારીના દ્વાર ખુલ્લા થયાં છે.

કૃષિ આંદોલન / ખેડુતોનું આંદોલન પાછું ખેંચનારા વી.એમ.સિંઘ અને મેનકા ગાંધી વચ્ચે શું સંબંધ છે ?

Surat / નિવૃત ASIના પુત્રોએ પેરોલ પર છૂટી માંગી 30 લાખ રૂપિયાની ખંડણી

Jamnagar / ભયનો માહોલ, ટીના પેઢડીયા પર આજે સવારમાં  ફાયરિંગ

Weather / રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, નલિયા ઠંડુગાર, સાત શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન

Morbi / માળીયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત, વહેલી સવારમાં ચાર લોકોને કાળ ભેટ્યો

Delhi violence case / લાલ કિલ્લા પર હિંસામાં ઘાયલ થયેલ મહિલા કોન્સ્ટેબલે કહ્યું ડરામણું વાતાવરણ હતું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…