National/ ખાલિસ્તાન સમર્થકો દ્વારા SCના વકીલોને ધમકી, PM મોદીની સુરક્ષામાં ચૂકની જવાબદારી લીધી

સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાન સમર્થકો તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સુપ્રીમ કોર્ટના એક ડઝનથી વધુ વકીલોએ ધમકીભર્યા કોલ અંગે ફરિયાદ દાખલ કરી છે.

Top Stories India
Untitled 41 3 ખાલિસ્તાન સમર્થકો દ્વારા SCના વકીલોને ધમકી, PM મોદીની સુરક્ષામાં ચૂકની જવાબદારી લીધી

સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાન સમર્થકો તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સુપ્રીમ કોર્ટના એક ડઝનથી વધુ વકીલોએ ધમકીભર્યા કોલ અંગે ફરિયાદ દાખલ કરી છે. વકીલોનો દાવો છે કે આ કોલ્સ તેમને ઈંગ્લેન્ડમાં શીખ ફોર જસ્ટિસના નંબર પરથી આવ્યા હતા. બધા કોલ ઓટોમેટેડ છે. કોલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ પંજાબના ખેડૂતો અને શીખો વિરુદ્ધ દાખલ કેસમાં સુપ્રીમ કોર્ટમાં પીએમ મોદીની મદદ ન કરે.

ધમકીભરી ક્લિપ

વકીલોએ દાવો કર્યો છે કે તેમને ધમકીભરી ક્લિપ મળી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈન પણ એવા વકીલોમાં સામેલ છે જેમને આ ધમકીભર્યા ફોન આવ્યા છે. આ કોલ રેકોર્ડિંગ્સની તપાસ કરવામાં આવી રહી છે.

પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ભૂલની જવાબદારી શીખ ફોર જસ્ટિસે લીધી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શીખ ફોર જસ્ટિસ સંસ્થાએ 5 જાન્યુઆરીએ પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં લેપ્સની જવાબદારી પણ લીધી છે.

પીએમની સુરક્ષા મામલે સુનાવણીમાં ભાગ ન લેવો

ધમકીભર્યા કોલમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં ભાગ ન લો. તેઓ દલીલ કરે છે કે 1984ના શીખ રમખાણો અને નરસંહારમાં એક પણ દોષિતને સજા થઈ નથી. તેથી આ મામલે સુનાવણી પણ ન થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે

સોમવારે સુપ્રીમ કોર્ટમાં વડાપ્રધાનની સુરક્ષા લેપ્સ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન કથિત સુરક્ષા ખામીઓની તપાસ માટે કેન્દ્ર અને પંજાબ સરકાર દ્વારા રચવામાં આવેલી અલગ-અલગ સમિતિઓને કોર્ટે સોમવારે સ્ટે આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તેઓ સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરશે. સુપ્રીમ કોર્ટે ઠપકો આપતા કહ્યું કે પરિણામ પહેલાથી જ જાણીને તમે નોટિસ આપી છે. આવું કરવું હતું, તો પછી કોર્ટમાં કેમ આવ્યા? ડીજીપી કે એસએસપીની વાત સાંભળ્યા વિના જ નિર્ણય સંભળાવતા ગૃહ મંત્રાલયે નોટિસ કેમ આપી? કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર સ્વતંત્ર તપાસની માંગ કરી રહી છે, તેની સામે કોઈને વાંધો ન હોવો જોઈએ.

દુ:ખદ / હિમવર્ષા જોવા ગયેલા 21 પ્રવાસીઓ કારમાં થીજી બન્યા બરફ

કૃત્રિમ સૂર્ય / ચીનના ‘નકલી સૂર્ય’એ વાસ્તવિક કરતાં 5 ગણી વધુ ગરમી મેળવી 

Photos / ઓમર અબ્દુલ્લાએ બરફથી ઢંકાયેલ ગુલમર્ગમાં ચલાવી મહિન્દ્રા થાર, ટ્વીટ પર આનંદ મહિન્દ્રાએ કહ્યું,…