Gyanwapi Mosque/ જ્ઞાનવાપી મસ્જિદના સરવે પર બુધવાર સુધી પ્રતિબંધ મૂકતું સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં બુધવારે (26 જુલાઈ) સાંજે 5 વાગ્યા સુધી સર્વે પર રોક લગાવી દીધી છે. આ દરમિયાન મસ્જિદ કમિટીને હાઈકોર્ટનો સંપર્ક કરવાની તક આપવામાં આવી છે.

Top Stories India
Supreme court જ્ઞાનવાપી મસ્જિદના સરવે પર બુધવાર સુધી પ્રતિબંધ મૂકતું સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં બુધવારે (26 જુલાઈ) સાંજે 5 વાગ્યા સુધી સર્વે પર રોક લગાવી દીધી છે. આ દરમિયાન મસ્જિદ કમિટીને હાઈકોર્ટનો સંપર્ક કરવાની તક આપવામાં આવી છે. જ્ઞાનવાપી મસ્જિદના સંચાલનની દેખરેખ રાખતી અંજુમન સમિતિએ વારાણસી જિલ્લા અદાલતના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા મસ્જિદ સંકુલના સર્વેક્ષણના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો.

અમને અપીલ કરવાનો મોકો ન મળ્યો – અંજુમન કમિટી

અંજુમન કમિટિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ બેન્ચને જણાવ્યું કે, સર્વેનો આદેશ શુક્રવારે આપવામાં આવ્યો હતો. અમને અપીલ કરવાની તક ન મળી અને સર્વે શરૂ થયો. તેમણે કહ્યું કે, જો ઓર્ડરમાં ખોદકામ લખેલું હોય તો અમને અપીલ કરવાની તક મળવી જોઈએ. જ્યારે CJIએ પ્રશ્ન કર્યો કે સર્વે દરમિયાન ખોદકામ થશે તો યુપી સરકારના વકીલ તુષાર મહેતાએ કહ્યું કે સર્વે આધુનિક ટેક્નોલોજીથી કરવામાં આવશે. આમાં કોઈ નુકસાન થશે નહીં. હિંદુ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને પણ કહ્યું કે સર્વેમાં કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં.

એક ઈંટ પણ ખસે નહીં – તુષાર મહેતા
અહમદીએ બેન્ચને કહ્યું, અમે સર્વે માટે બે-ત્રણ સ્ટેની વિનંતી કરી હતી પરંતુ તેઓ રોકાયા ન હતા. અમે માનીએ છીએ કે વૈજ્ઞાનિક સર્વેક્ષણનો સમય હજુ આવ્યો નથી. પ્રથમ કેસ મેરિટ પર જોવો જોઈએ. અહમદીએ કહ્યું કે, પશ્ચિમી દિવાલ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. યુપી સરકારના વકીલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે મેં સૂચનાઓ ધ્યાનમાં લીધી છે. ત્યાં પણ કોઈ ઈંટ ખસેડવામાં આવી નથી. મહેતાએ કહ્યું, એક અઠવાડિયા સુધી કોઈ નુકસાન નહીં થાય. ત્યાં સુધી તેઓ હાઈકોર્ટમાં જઈ શકે છે, પરંતુ અહમદીએ આગ્રહપૂર્વક સર્વેને રોકવાની માંગ કરી હતી.

 

આ પણ વાંચોઃ Champaran Attack/ પૂર્વ ચંપારણમાં પોલીસ ટીમ પર હુમલો, પથ્થરમારામાં SI સહિત ચાર પોલીસકર્મીઓ ઘાયલ; 16 લોકોની ધરપકડ

આ પણ વાંચોઃ Loan Frauds/ તમે નકલી લોનની જાહેરાતથી કેવી રીતે બચી શકો,  અનુસરો બસ આ ટિપ્સ

આ પણ વાંચોઃ ADANI GROUP/ અદાણીએ આ કંપનીને મોટી ડીલ સાથે વેચી,જાણો વિગત

આ પણ વાંચોઃ Sahara Portal/ સહારા પોર્ટલ પર 5 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન , જાણો કેવી રીતે ફસાયેલા પૈસા મળશે પાછા

આ પણ વાંચોઃ Bumper Return/ છેલ્લા પાંચ વર્ષમાં સોનાએ બમ્પર વળતર આપ્યું, ભાવમાં 99%નો વધારો થયો