Uttarpradesh court/ લખીમપુર ખેરી હિંસા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને લખીમપુર ખેરી હિંસા કેસમાં સુનાવણી ઝડપી બનાવવા આપ્યો નિર્દેશ

Top Stories India

Uttarpradesh News : લખીમપુર ખેરી હિંસા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં  પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.યુપીના 2021ના લખીમપુર ખેરી હિંસા કેસમાં મોટી માહિતી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને લખીમપુર ખેરી હિંસા કેસમાં સુનાવણી ઝડપી બનાવવા અને સમયપત્રક નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે.

3 ઓક્ટોબર, 2021 ના ​​રોજ, લખીમપુર ખેરી જિલ્લાના ટિકુનિયામાં હિંસા ફાટી નીકળી હતી જ્યારે ખેડૂતો નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની તે વિસ્તારની મુલાકાતનો વિરોધ કરી રહ્યા હતા. આ હિંસામાં આઠ લોકો માર્યા ગયા હતા. FIR મુજબ, ચાર ખેડૂતોને એક SUV દ્વારા કચડી નાખવામાં આવ્યા જેમાં આશિષ મિશ્રા બેઠા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતોએ એસયુવીના ડ્રાઈવર અને ભાજપના બે કાર્યકરોને માર માર્યો હતો. આ હિંસામાં એક પત્રકારનું પણ મોત થયું હતું.

આશિષ મિશ્રાની 9 ઓક્ટોબર, 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને હાઈકોર્ટના આદેશ બાદ 15 ફેબ્રુઆરી, 2022ના રોજ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, 18 એપ્રિલ, 2022ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન રદ કરવામાં આવ્યા બાદ આશિષ મિશ્રાએ 24 એપ્રિલ, 2022ના રોજ આત્મસમર્પણ કર્યું હતું. આશિષ મિશ્રાએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દેશમાં વાયરસનો કહેર, કેરળમાં નિપાહ, ગુજરાતમાં ચાંદીપુરા અને મહારાષ્ટ્રમાં ઝિંકા વાયરસથી મોતનો આંક વધ્યો

આ પણ વાંચો:દિવ્યાંગ સાસુ-સસરા પર મૂક્યા ખોટા આરોપો, હાઈકોર્ટ સંભળાવી વહુને સજા

આ પણ વાંચો:ક્યોચિ ધોધમાં થયો અકસ્માત, ફોટા પડાવવાના ચક્કરમાં………