SCની ફટકાર/ સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું; જજોની નિમણૂક માટે નામોની પસંદગી બંધ કરવી જોઈએ

ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ સુધાંશુ ધૂલિયાની બેંચે કહ્યું કે, અમે પ્રોગ્રેસ રિપોર્ટના અભાવ અંગે એટર્ની જનરલ સમક્ષ અમારી ચિંતા વ્યક્ત કરી છે.

India
સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું; જજોની નિમણૂક માટે નામોની પસંદગી બંધ કરવી જોઈએ

નવી દિલ્હી: ન્યાયાધીશોની નિમણૂક માટે નામોની પસંદગી બંધ કરવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, જો સરકાર પોતે સમસ્યાનું નિરાકરણ લાવી શકતી નથી તો તેઓ કોર્ટને આદેશ પસાર કરી શકે છે.

ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ સુધાંશુ ધૂલિયાની બેંચે કહ્યું કે, અમે પ્રોગ્રેસ રિપોર્ટના અભાવ અંગે એટર્ની જનરલ સમક્ષ અમારી ચિંતા વ્યક્ત કરી છે. આ બાબત પેન્ડીંગ રહેવી મોટી ચિંતાનો મુદ્દો છે, કારણ કે પસંદગીપૂર્વક કરવામાં આવે છે.

એટર્ની જનરલે કહ્યું કે, સરકાર સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવ્યો છે. અમે આશા રાખીએ છીએ કે એવી પરિસ્થિતિ ન સર્જાય કે, જેમાં કૉલેજિયમ અથવા કોર્ટ એવો નિર્ણય લે જે સ્વીકાર્ય ન હોય.

બેન્ચે આદેશમાં કહ્યું કે, 4 નામો પેન્ડિંગ છે અને તાજેતરમાં જ કરેલી નિમણૂક પસંદગીપૂર્વકની છે, જે અંગે અમે અગાઉ પણ ભારપૂર્વક કહ્યું છે. જો આવું થશે અંદરોઅંદર વરિષ્ઠતામાં ગડબડ સર્જાય છે અને આવી રીતો યુવા વકીલોને બેન્ચમાં સામેલ કરવા માટે ભાગ્યે જ અનુકુળ હોય છે. ફરી કહેવા છતાં 5 નામો પેન્ડિંગ છે. પેન્ડિંગ નામોની યાદીને બતાવવાની જરૂર નથી. એટર્ની જનરલે કહ્યું કે, સરકાર સાથે ચર્ચા કરાશે.

સુનાવણી દરમિયાન બેન્ચે કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર અપનાવાયેલ ‘પિક એન્ડ ચૂઝ’ દ્રષ્ટિકોણ પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણાનું ઉદાહરણ આપી કહ્યું કે, કૉલેજિયમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે 5 વકીલોની બઢતી આપવા ભલામણ કરી જેમાંથી કેન્દ્રએ 1 અને 2માં રખાયેલ નામોને નજરઅંદાજ કરી માત્ર 3 વકીલોના નામોને મંજૂરી આપી.

ન્યાયાધીશ કૌલે કહ્યું કે, જો પસંદગીપૂર્વક નિમણૂક કરવામાં આવશે તો તેનાથી વરિષ્ઠતા પ્રભાવિત થશે અને યુવા વકીલોને બેંચમાં સામેલ કરવામાં મુશ્કેલી પડશે. બેંચે એટોર્ની જનરલ વેંકટરમણીને એમ પણ કહ્યું કે, સરકાર પાસે 14 નામો પેન્ડિંગ છે અને કૉલેજિયમ દ્વારા 5 નામો કહેવા છતાં પેન્ડિંગ છે. ન્યાયાધીશ કૌલે એટોર્ની જનરલને પૂછ્યું કે, આ બદલીઓ થવી જ જોઈએ. દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી 20 નવેમ્બરે હાથ ધરશે.

આ પણ વાંચો- સુરત ખાનગી ટ્રાવેલ્સના પ્રમુખ દિનેશ અણઘડ સામે ખંડણી માંગ્યાની ફરિયાદ

આ પણ વાંચો- કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનો અકસ્માતમાં આબાદ બચાવ, એકનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsAppTelegramInstagramKooYouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.