ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના વાઇરસે માઝા મૂકી છે. રાજયમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યા છે. રાજ્યના મહાનગરોમાં કેસમાં મોટો વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. ફરી એકવાર ખાનગી હોસ્પિટલોમાં કોવિડ બેડ શરુ કરવામાં આવ્યા છે.
ત્યારે સુરતમાં કોરોના કેસમાં વધારો થતા મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ કેસ આવતા વિસ્તારમાં સિટી બસ બંધ કરાઈ છે. સુરત શહેરમાં કોરોના કેસમાં વધારો થતા મનપા દ્વારા સિટી બસ અને BRTS બસ બંધ કરવામાં આવ્કયા છે. અઠવા, રાંદેર, લીબાયત ઝોનમાં સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.
