Not Set/ સુરતના હીરા વેપારીઓ ડાયમંડની ઓનલાઇન ખરીદી કરી વેપાર કરી રહ્યા છે

ઓનલાઇન ખરીદીથી વેપાર કરી રહ્યા છે સુરતના હીરા વેપારીઓ

Gujarat
dimond સુરતના હીરા વેપારીઓ ડાયમંડની ઓનલાઇન ખરીદી કરી વેપાર કરી રહ્યા છે

કોરોનાના લીધે વિશ્વમાં વેપાર કરવાની સિસ્ટમ  બદલાઇ છે. સુરતના હીરા વેપારીઓએ રફ ડાયમંડની ઓનલાઇન ખરીદી કરવાનો રસ્તો અપનાવ્યો છે. લાખો કરોડો રૂપિયાના હીરાનો વૉટ્સએપ પર ફોટો અને વીડિયો જોયા બાદ સુરતના વેપારીઓ વિદેશથી રફ ડાયમંડ ખરીદી રહ્યા છે.હીરા ઉદ્યોગે પોતાના વેપારની પેટર્ન બદલી નાંખી છે. લાખો કરોડો રૂપિયાના રફ ડાયમંડની ખરીદી હવે સુરતના વેપારીઓ ઓનલાઇન કરી રહ્યા છે. સુરતના હીરાના વેપારીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો કરોડો રૂપિયાની ડીલ કરી રહ્યા છે.

કોરોનાના સમયમાં  ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવરજવર નહિવત છે પણ તેની અસર વેપાર પર ન થાય માટે સુરતના વેપારીઓ અને અન્ય દેશોથી રફ ડાયમંડ માટે ઓનલાઇન ટ્રેડિંગ કરી રહ્યા છે. સુરતના હીરાના વેપારીઓને રફ ડાયમંડ ખરીદવા માટે રશિયા, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા સુધી જવાની રાહ જોવી પડતી નથી. આથી, ઓનલાઇન ટ્રેડિંગ શરૂ કરી દીધું છે. આ જ કારણ છે કે તેઓ યુરોપિયન દેશોમાં અચાનક જ જે રીતે પોલીશ ડાયમંડની ડિમાન્ડ વધી છે તેને પૂર્ણ કરી રહ્યા છે.

મોટાભાગના વેપારીઓ અને ઉદ્યોગકારો વીડિયો કોલિંગથી એન્ટોપ, બેલ્જિયમ, દુબઈ અને હોંગકોંગના વેપારીઓ સાથે સંપર્કમાં રહી રફ હીરાની ખરીદી કરી રહ્યા છે. વિદેશ જઈ શકાતું ન હોવાથી ઓનલાઇન ટ્રેડિંગનો વિકલ્પ વેપારીઓએ અપનાવી લીધો છે. ભારત સરકારના કાયદા અનુસાર વિદેશથી કોઈ પણ ચીજ-વસ્તુની ઓનલાઈન ખરીદી પર વધારાનો 2 ટકા ટેક્સ ભરવાનો રહે છે. જે હટાવવા રજૂઆત પણ કરવામાં આવી રહી છે.