Surat News: સુરતમાં રૂ.25.42 લાખની છેતરપિંડી(Surat Fraud)ના કેસમાં છેલ્લા બે વર્ષથી પોલીસને હાથતાળી આપી રહેલા ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. વરાછા પોલીસની ટીમે દ્વારકાથી રાજકોટના નયન ભારદિયાને પોલીસ સકંજામાં લીધો છે.
Surat Fraud :દિવીજા જ્વેલર્સમાંથી દાગીના ખરીદી પેમેન્ટ ન ચૂકવ્યું
પોલીસ સૂત્રો અનુસાર, આરોપી નયન ભારદિયાએ સુરતની દિવીજા જ્વેલર્સ (Divija Jewellers)માંથી દાગીના ખરીદ્યા હતા, પરંતુ તેનું પેમેન્ટ ચૂકવ્યું નહોતું. આ રીતે તેણે કુલ રૂ.25.42 લાખની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને બે વર્ષથી પોલીસને હાથતાળી આપતો હતો.
હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપી ઝડપાયો
વરાછા પોલીસ (Varachha Police)ની ટીમે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું પગેરું મેળવ્યું હતું. તપાસ દરમિયાન આરોપી દ્વારકા (Dwarka)માં હોવાની માહિતી મળતાં પોલીસે ત્યાં પહોંચી તેને ઝડપી પાડ્યો હતો.
રાજકોટનો આરોપી પોલીસ સકંજામાં
ઝડપાયેલો નયન ભારદિયા મૂળ રાજકોટ (Rajkot)નો રહેવાસી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે છેતરપિંડીથી મેળવેલા દાગીનાનું આરોપીએ શું કર્યું અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરતમાં બેંક ઓફ બરોડાના મેનેજર સામે ફરિયાદ, લોન સેટલમેન્ટ બાદ પણ ફ્લેટ વેચી છેતરપિંડીનો આક્ષેપ
આ પણ વાંચો:‘મંજરી’ ફિલ્મના નામે લાખોની છેતરપિંડીનો આક્ષેપ! ભાવનગરના પ્રોડ્યુસર પોલીસ સ્ટેશન પહોંચ્યા
આ પણ વાંચો:અમદાવાદમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી: 3 અલગ કેસમાં લાખોનો સામાન ગાયબ
