Surat News : સુરતની લાજપોર જેલમાં કેદીઓની તેમના સંબંધી સાથે મુલાકાત કરાવવા માટે લાંચ લેનારા એક શખ્સની ACB એ રૂ.1000 ની લાંચ લેતા ધરપકડ કરી હતી.આ કેસની વિગત મુજબ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની તેઓના સગા સબંધી સાથે મુલાકાત કરવાના અવેજ પેટે રૂ.૫૦૦ થી ૨૦૦૦/- સુધીની લાંચની માંગણી કરવામાં આવતી હતી.
તેમજ કેદીઓને હાઇ સિક્યુરીટી વાળા બેરેકમાં શિફ્ટ નહી કરવાના વ્યવહાર પેટે રૂ.૧૦,૦૦૦/- થી રૂ.૧,૦૦,૦૦૦/- સુધીની રકમની લાંચની માંગણી કરતા હોવાની માહિતી ACB ને મળી હતી. આ બાબતની ખરાઇ કરવા લાંચના છટકાનું આયોજન કરેલ તે દરમ્યાન લાજપોર મધ્યસ્થ જેલના મુલાકત ખંડમાં આવેલ ટેલિફોન બુથ નં. ૧૯ માં જાગૃત નાગરિકના મિત્ર સાથે મુલાકાત કરવાના અવેજ પેટે આરોપી પ્રતિક કૈલશ સસાને (પ્રજાજન) રૂ.૧૦૦૦/- ની લાંચની લેતા ઝડપી લેવાયો હતો.
આ પણ વાંચો:જામનગરના ગોરધનપર ગામમાં 10 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત
આ પણ વાંચો:જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો પકડાયો
આ પણ વાંચો:51000 લીટર દારૂ, 77 કરોડની કિંમતનો ડ્રગ્સ, ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી