સુરત/ માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત, જુઓ રૂંવાટા ઉભા કરી દેતા લાઈવ CCTV

સુરતમા હદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા. સુરત ના પાલ વિસ્તારની આ ઘટના છે જ્યાં નાની બાળકી રમતા રમતા સાતમાં માળેથી નીચે પટકાઈ હતી.

Gujarat Surat Breaking News
YouTube Thumbnail 2024 06 12T172536.202 માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત, જુઓ રૂંવાટા ઉભા કરી દેતા લાઈવ CCTV

Surat News: સુરતમા હદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા. સુરતના પાલ વિસ્તારની આ ઘટના છે જ્યાં નાની બાળકી રમતા રમતા સાતમાં માળેથી નીચે પટકાયું હતું. આ ઘટનાના રૂંવાટા ઉભા કરી દેતા લાઈવ સીસીટીવી ફૂટેજ આવ્યા સામે આવ્યા છે. ઘટનામાં માસૂમ બાળકનું મોત થયું હતું.

સુરત માં માતાપિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો.જેમાં  માત્ર બે વર્ષ નું નાનું બાળક સાત માં માળેથી નીચે પટકાતા મોત થયું હતું. મૂળ ગીર સોમનાથ જિલલાના વતની અને હાલ વરાછા રોડ ખાતે વર્ષા સોસાયટી- 2માં રહેતા નવનીત કલસરિયા હીરા મજુરી કરી પત્ની અને બે વર્ષીય પુત્ર ભવ્યનું ગુજરાન ચલાવે છે. પત્ની રેશ્મા દીકરા ભવ્ય સાથે પાલ ખાતે રહેતા માતા-પિતાના ઘરે ગઈ હતી. રેશ્મા હાઉસ કિપિંગનું પણ કામ કરતી હતી.તે દરમ્યાન સુરતના પાલ વિસ્તારમાં શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગમાં કામ કરવા ગઈ હતી ત્યાં ઘટના બની હતી.

બિલ્ડીંગના સાતમા માળેથી પટકાતા બે વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું. હાઉસ કીપિંગનું કામ કરતી માતા બે વર્ષીય દીકરાને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી. માતા કામ કરી રહી હતી,તે દરમિયાન બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું હતું.સાતમા માળેથી બાળક નીચે પટકાતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બે વર્ષીય ભવ્ય બિલ્ડીંગના સાતમા માળે દાદર પાસે રમી રહ્યો હતો.  સાતમા માળેથી નીચે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો .સિવિલના તબીબોએ બાળકના મૃત જાહેર કર્યો હતો.

હચમચાવનારી આ ઘટના અન્ય માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો છે. હાલ પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.બાળક જ્યારે રમી રહ્યું હતું તે દરમ્યાન બાજુ મા મુકવામાં આવેલી જે લોખંડ ની રેલિંગ છે તેમાંથી રમતા રમતા પ્રથમ તેમણે પગ બહાર કાઢયા હતા ત્યારબાદ બેલેન્સ ગુમાવતા બાળક આખું બહાર આવી ગયું હતું.આ બાળકે ઘણા સમય સુધી ત્યાં લટકી રહ્યું પરંતુ આખરે તેનો હાથ છૂટી જતા સાતમા માળેથી નીચે પટકાયું હતું અને ગંભીર ઇજા ના પગલે તેનું મોત થયું હતું..આ ઘટના તમામ બાળકો ના માતાપિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં