Not Set/ સુરતમાં ભાજપના કાર્યાલય પર હોબાળો-પાસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત

સુરતમાં ભાજપના કાર્યાલય પર હોબાળો કરતા પાસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ગત મોડી રાત્રે પાસ દ્વારા ભાજપના વરાછા રોડ ખાતે આવેલ કાર્યાલય પર હોબાળો મચાવવામાં આવ્યું હતુ. એટલે પોલીસે પાસના 70 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. હોબાળો મચાવનારા પાસના કાર્યકરોની સાથે કોંગ્રેસના ત્રણ ઉમેદવારો દિનેશ કાછડીયા, ધીરૂભાઇ ગજેરા અને ભાવેશ રબારી પણ જોડાયા હતા. […]

Gujarat
surat 1511500547 સુરતમાં ભાજપના કાર્યાલય પર હોબાળો-પાસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત

સુરતમાં ભાજપના કાર્યાલય પર હોબાળો કરતા પાસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ગત મોડી રાત્રે પાસ દ્વારા ભાજપના વરાછા રોડ ખાતે આવેલ કાર્યાલય પર હોબાળો મચાવવામાં આવ્યું હતુ. એટલે પોલીસે પાસના 70 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. હોબાળો મચાવનારા પાસના કાર્યકરોની સાથે કોંગ્રેસના ત્રણ ઉમેદવારો દિનેશ કાછડીયા, ધીરૂભાઇ ગજેરા અને ભાવેશ રબારી પણ જોડાયા હતા. એટલે પોલીસે તેમની પણ અટકાયત કરી હતી. ત્રણેય ઉમેદવારોને પોલીસે વહેલી સવારે 4 વાગ્યે છોડ્યા હતા. પાસના કાર્યકરોની અટકાયતના વિરોધમાં પાસ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનની સામે દેખાવો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગલે વરાછા પોલીસ સ્ટેશન પર પોલીસ કાફલો ખડકી દેવાયો છે