દ્વિધા/ રખડતાં ઢોરના પ્રશ્નએ સરકારને શીંગડે ચડાવતા મોડી સાંજે કાયદો સ્થગિત

રખડતા ઢોર ની સમસ્યા હલ કરવા સરકારે વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે રાતના 1.૩૦ વાગ્યા સુધી ઉજાગરો કરી પસાર કરેલા બિલની જોગવાઈઓ બૂમરેંગ થઈ છે.

Gujarat Mantavya Exclusive
રખડતાં ઢોર

@પ્રફુલ્લ ત્રિવેદી

રાજ્યના શહેરોમાં રખડતાં ઢોર નો પ્રશ્ન પેચીદો છે. દૂધની માગ, દૂધનો વ્યવસાય, માલધારીઓ પાસે જગ્યાની તંગી, ગાયને બંધાઈ રહેવું નથી ગમતું વગેરે પ્રશ્નો તેના મૂળમાં છે. બીજી તરફ રોડ પર આવી જતાં રખડતાં ઢોર ટ્રાફિક અને અકસ્માતના પ્રશ્નો સર્જે છે. બીજી તરફ સરકારે નક્કી કરેલી સજા માલધારીઓને વધુ કડક લાગે છે. તેથી વિરોધ શરૂ થયો છે. રખડતાં ઢોર નું બિલ અંગે  માથે ચૂંટણી આવી રહી હોવાથી સરકાર ઝુકશે તે બાબત પણ નક્કી છે.

રખડતા ઢોર

રખડતાં ઢોર ની સમસ્યા હલ કરવા સરકારે વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે રાતના 1.૩૦ વાગ્યા સુધી ઉજાગરો કરી પસાર કરેલા બિલની જોગવાઈઓ બૂમરેંગ થઈ છે. એકતરફ રખડતા ઢોર ખાસ કરીને, ગાયોના કારણે ટ્રાફિક જામ થતો હોવાથી અને વાહનચાલકોને અડફેટે લેતા ગંભીર ઈજાઓ તેમજ મૃત્યુ પણ નીપજતા હોવાની ઘટનાઓ તાજેતરમાં વધી ગઈ છે. આ પ્રશ્ને ઉહાપોહ પણ ખડો થયો હતો. આ સમસ્યા ગ્રામવિસ્તારમાં ખાસ નથી, શહેરી રોડની છે. દરમિયાનમાં ઢોરના માત્ર રજીસ્ટ્રેશનના બદલે લાયસન્સ લેવાની વાત આવતા તેમજ નિયમભંગ કરનાર ઢોરના માલિકને જેલની સજાની જોગવાઈ થતાં માલધારીઓ રોષે ભરાયા છે. ભાજપ સાથે જોડાયેલા માલધારી નેતાઓ માટે પણ ‘સમાજને શું જવાબ દેવો’ તેની મુંજવણભરી સ્થિતિ પેદા થઈ છે. જો કે કાયદાનો વ્યાપ માલધારી પુરતો સિમિત નથી. જે કોઈ જ્ઞાતિ કે સમાજ ગાય-ભેંસો રાખતા હોય તે તમામને લાયસન્સ લેવું પડે તેટલો મોટો છે. હવે ચારે તરફથી વિરોધ વધતા સરકાર માટે ચૂંટણી નજીક હોવાથી દ્વિધાની સ્થિતિ પેદા થઈ છે. કાયદાનો અમલ અટકાવવો પડે અથવા તો સજાની જોગવાઈઓ હળવી કરવી તેવી સ્થિતિએ આકાર લીધો છે.

રખડતાં ઢોર

બીજી તરફ ભાજપના સંગઠનના નેતાઓ કંઈ જુદુ જ કહી રહ્યાં હોવાથી સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ હોવાનું ચિત્ર ઉભુ થયું છે. પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલે અગાઉ કડક કાયદાની હિમાયત કરી હતી, હવે તેઓ કહી રહ્યાં છે કે મહાનગરપાલિકાના કાયદા પર્યાપ્ત છે. હવે જો કાયદા પર્યાપ્ત જ હતા તો નવા બિલની જરૂર શા માટે હતી તે પ્રશ્ન ઉભો થયો છે.

રખડતાં ઢોર

ઉપર ચૂંટણી આવી રહી હોવાથી હવે માલધારીઓને સમજાવી લેવા સિવાય છૂટકો નથી. માલધારીનેતાઓ અલ્ટીમેટમ પણ આપવા માંડ્યા છે. આ આખાય પ્રશ્નની જરૂરીયાત દૂધનું સહકારી માળખું, માલધારીઓનો શહેરની વચ્ચે આવી ગયેલો વસવાટ, ગાયોને સળંગ બંધાઈ રહેવું ગમે નહિ તે પ્રશ્ન, ગૌચરોની જમીનોનો ગ્રામ વિસ્તારમાં થઈ ગયેલો વહીવટ, નવી યોજનાઓનો અભાવ વગેરે વચ્ચે અટવાયેલો છે.

મોડી સાંજે મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકારે કાયદાની જોગવાઈ સ્થગિત કરી છે.

આ પણ વાંચો :કિરીટ સોમૈયા પર FIR બાદ સંજય રાઉતે કહ્યું- દેશદ્રોહી પિતા-પુત્રને જેલમાં જવું પડશે

આ પણ વાંચો :INS વિક્રાંત માટે ભંડોળ એકત્ર કરવામાં ગેરરીતિ,ભાજપના નેતા અને પુત્ર સામે કેસ,રાઉતે લગાવ્યા આરોપ

આ પણ વાંચો : CM યોગીની સુરક્ષામાં વધારો, ગોરખનાથ મંદિર હુમલા બાદ લેવાયો નિર્ણય

આ પણ વાંચો :કર્ણાટકમાં 200 થી વધુ મસ્જિદોને નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો