Surat News/ સુરત ગ્રામ્ય LCBનો મોટો ખુલાસો: ચાર રાજ્યોમાં 100થી વધુ ચોરી કરનાર ઘરફોડ ચોર ઝડપાયો

Police પૂછપરછમાં આરોપીએ ચાર રાજ્યોમાં 100થી વધુ ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે. પોલીસે તેની પાસેથી 40 ગ્રામ સોનાની લગડી, 64 ગ્રામ સોનાના સિક્કા અને ₹1.5 લાખ રોકડા સહિત કુલ ₹15,55,680નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Uncategorized
Police

Surat News : સુરત ગ્રામ્ય પોલીસ (Police) ને મોટી સફળતા મળી છે. સુરત ગ્રામ્ય LCB પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોર જીમી ઉર્ફે દીપક શર્માને ઝડપી પાડ્યો છે. આરોપીએ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા સહિત ચાર રાજ્યોમાં 100થી વધુ ઘરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે. તેની ધરપકડથી સુરત ગ્રામ્યના બારડોલી, માંડવી અને ઓલપાડ સહિતના 24 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે તેની પાસેથી ₹15.55 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

દિવસના સમયે બંધ ઘરોને બનાવતો નિશાન

સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દિવસના સમયે બંધ મકાનોમાં ચોરીના બનાવો વધી રહ્યા હતા. બારડોલી, માંડવી, ઓલપાડ અને કોસંબા જેવા વિસ્તારોમાં લાખોના દાગીના અને રોકડની ચોરીના કેસ નોંધાયા હતા. આ ગુનાઓ ઉકેલવા માટે રેન્જ IG પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય SP રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડની છ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

બાઈક પર રેકી કરીને મિનિટોમાં ચોરી

તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક ચોક્કસ પેટર્ન જોવા મળ્યો હતો. એક શખ્સ બાઈક પર હેલ્મેટ પહેરીને સોસાયટીઓમાં રેકી કરતો અને ગણતરીની મિનિટોમાં બંધ મકાનોમાં ચોરી કરીને ફરાર થઈ જતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ શખ્સની ઓળખ મહારાષ્ટ્રના નંદુરબારના કુખ્યાત આરોપી જીમી ઉર્ફે દીપક શર્મા તરીકે થઈ હતી.

ફિલ્મી ઢબે નાકાબંધી કરી ઝડપાયો

આરોપી સતત પોતાનું લોકેશન બદલતો હોવાથી તેને પકડવો મુશ્કેલ બન્યો હતો. જોકે સુરત LCBને ચોક્કસ બાતમી મળી કે જીમી કામરેજના જોખા-વાવ રોડ પરથી પસાર થવાનો છે. પોલીસે ફિલ્મી ઢબે નાકાબંધી કરીને તેને ઝડપી લીધો. તેની પાસેથી ઘરફોડ ચોરી માટે વપરાતા સાધનો અને રોકડ પણ મળી આવ્યા હતા.

દિલ્હી અને ગોવામાં વેચતો ચોરીના દાગીના

પોલીસ (Police) પૂછપરછમાં આરોપીએ ચાર રાજ્યોમાં 100થી વધુ ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે. પોલીસે તેની પાસેથી 40 ગ્રામ સોનાની લગડી, 64 ગ્રામ સોનાના સિક્કા અને ₹1.5 લાખ રોકડા સહિત કુલ ₹15,55,680નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેણે ચોરીના દાગીના દિલ્હી અને ગોવામાં વેચતો હોવાનો ખુલાસો કર્યો છે.

ચોરીના પૈસાથી ગોવામાં મોજશોખ

જીમીની ચોરી કરવાની રીત ખૂબ જ પ્રોફેશનલ હતી. તે સારા કપડાં અને હેલ્મેટ પહેરીને રેકી કરતો જેથી કોઈને શંકા ન જાય. ચોરી કરવા જતા સમયે તે પોતાની બાઈકની નંબર પ્લેટ કાઢી નાખતો અને કામ પૂરું થયા બાદ ફરી લગાવી દેતો. ચોરીના પૈસાથી તે ગોવાના કેસિનોમાં જુગાર રમતો અને મોજશોખ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

24 ગુનાઓનો ભેદ ઉકેલાતા રાહત (Police)

સુરત ગ્રામ્ય પોલીસે (Police) આરોપીના રિમાન્ડ મેળવી તપાસ દિલ્હી સુધી લંબાવી અને મુદ્દામાલ રિકવર કર્યો છે. ચાર રાજ્યોની પોલીસ (Police) માટે માથાનો દુખાવો બનેલો આ રીઢો ગુનેગાર હવે જેલના સળિયા પાછળ છે. તેની ધરપકડથી 24 ગુનાઓનો ભેદ ઉકેલાતા સ્થાનિક રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.


આ પણ વાંચો:ત્રણ-ત્રણ ગિનીઝ બૂક રેકોર્ડ ધરાવતા IAS ઓફિસરઃ શાલિની અગ્રવાલ

આ પણ વાંચો:સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની બદલી, જાણો કોને સોંપાઈ જવાબદારી?

આ પણ વાંચો:મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલની આ બાબતે લોકોને કરી ખાસ અપીલ, છે કઈંક….