Surat News: સુરતમાં પલ્સ પોલિયો (Surat Pulse Polio)ના 128 રાઉન્ડ સફળતાપૂર્વક પૂરા થયા બાદ શહેરમાં ફરી એકવાર રસીકરણ ઝુંબેશ શરૂ થઈ છે. દેશને પોલિયો મુક્ત જાહેર કર્યાને એક દાયકાથી વધુ સમય થયો છે અને સુરતમાં છેલ્લો કેસ 27 વર્ષ પહેલાં મળ્યો હતો. તેમ છતાં બાળકો પર ફરી જોખમ ન ઊભું થાય તે માટે મહાનગરપાલિકાએ વધુ એક વિશેષ અભિયાન હાથ ધર્યું છે.
Surat Pulse Polio : ચાર દિવસ ચાલશે અભિયાન
શહેરના પાંચ વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને સુરક્ષિત કરવા માટે 22થી 25 નવેમ્બર સુધી ચાલનારા આ રસીકરણ અભિયાન (Polio Vaccination Campaign)માં દરેક બાળકને પોલિયોના બે ટીપાં (Polio Drops) પીવડાવવામાં આવશે.
મેયરે કરાવ્યો શુભારંભ
સરથાણા અર્બન હેલ્થ સેન્ટર (Sarthana Urban Health Center) ખાતે શહેરના મેયર (Surat Mayor)ની હાજરીમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
નવ ઝોનમાં 3,851 ટીમો
રાષ્ટ્રીય પોલિયો નાબૂદી અભિયાનને સફળ બનાવવા સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)ના નવેય ઝોનમાં કુલ 3,851 ટીમો ગોઠવવામાં આવી છે. 583 સુપરવાઇઝર સહિત કુલ 8,285 કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. સમગ્ર શહેરમાં 81 વિતરણ કેન્દ્રો શરૂ કરાયાં છે. આ ટીમો ચાર દિવસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને બાળકોને ટીપાં પીવડાવશે.
આ પણ વાંચો: તાપીમાં આશા વર્કરોની પલ્સ પોલિયો કામગીરીથી અળગા રહેવાની ચીમકી, યોગ્ય વળતર અને બાકી ઇન્સેન્ટિવની માગ
આ પણ વાંચો: પોલિયોના ઈન્જેક્શન લેવા ગયેલી 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ, આરોપી ગામનો રહેવાસી છે
આ પણ વાંચો: પાકિસ્તાનમાં બાળકોમાં પોલિયોના કેસ આવ્યા સામે, દવા મામલે અંધશ્રદ્ધા
