કોસંબા/ શિક્ષક દંપતી કોરોના પોઝિટીવ, અન્ય શિક્ષકોને કોરોના ટેસ્ટ કરવા આદેશ

શિક્ષક દંપતી કોરોના પોઝિટીવ, અન્ય શિક્ષકોને કોરોના ટેસ્ટ કરવા આદેશ

Gujarat Surat
PICTURE 4 90 શિક્ષક દંપતી કોરોના પોઝિટીવ, અન્ય શિક્ષકોને કોરોના ટેસ્ટ કરવા આદેશ

સુરતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શાળાએ જતા બાળકોનું ભાવિ પણ જોખમમાં મુકાય તેવી ઘટના સામે આવી છે. સુરતના કોસંબા ખાતે  એક પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી કોરોનાગ્રસ્ત બન્યા છે.

પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી કોરોનાગ્રસ્ત બનતા શાળા બંધ કરવામાં આવી છે. તો સાથે દંપતીને ૧૪ દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. શાળાના અન્ય શિક્ષકોને કોરોના ટેસ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

Surat / ‘આપ’ સંયોજક કેજરીવાલનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, રોડ શો કરી સુરતીલાલાઓનો માનશે આભાર

ઉલ્લેખનીય છે કે દેશમાં ઉતરાયણ બાદ કોરોના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ફરી એક્વાદ વધી રહ્યાનું સામે આવી રહ્યું છે. તો સાથે ગુજરાતના પાડોશી રાજ્યોમાં પણ કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત વધતા કેસને લઇ રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર કોરોના ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. બોર્ડેર ચેક પોસ્ટ અને એસટી બસ મથકે કોરોના ટેસ્ટીંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

Stock Market / શેરબજારની શરૂઆતમાં મોટો કડાકો, સેન્સેકસ 50122 પોઇન્ટ સુધી ગબડ્યો