Not Set/ પશ્ચિમ બંગાળમાં અસ્તિત્વ જાળવવા ભાજપ સંઘના શરણે

ભાજપની વિનંતીથી પશ્ચિમ બંગાળનો પ્રવાસ ખેડનારા સંઘના વડા મોહન ભાગવતે ત્યાં સંઘની શાખા ૨૦૦૦થી વધારી ૮૦૦૦ થાય તે માટે શરૂ  કર્યું અભિયાન

India
mundra 1 પશ્ચિમ બંગાળમાં અસ્તિત્વ જાળવવા ભાજપ સંઘના શરણે

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને ટી.એમ.સી.ની તાકાત પશ્ચિમ બંગાળમાં વધ્યા બાદ તે પક્ષ અન્ય સ્થળે પણ પોતાનો વ્યાપ વધી રહ્યો છે અને હાલના તબક્કે ભાજપ છોડી ટીએમસીમાં ઘરવાપસીનું જોર વધ્યું છે.  તેવે સમયે ભાજપ ચીંતીત છે. ભાજપના મોવડીઓને ખ્યાલ આવી ગયો છે કે પશ્ચિમ બંગાળ વિધાન સભાની ચૂંટણી વખતે ૨૧૩ અને ત્યારબાદ પેટા ચૂંટણીમાં સાત બેઠકો મળી છે તે જોતા તેની તાકાત ૨૨૦ સભ્યોની થઈ છે ત્યાં હવે આ તાકાત પ્રમાણે મૂલવણી કરીએ તો ભાજપને ૨૦૨૪ની સંસદીય ચૂંટણીમાં માત્ર ત્રણ બેઠકો મળે તેવી હાલત છે. ટીએમસી અને અન્યો ૩૯ બેઠકો ખેંચી જાય તેમ છે. જો ભાજપમાંથી ટીએમસીના ઘર વાપસીનો દોર જો ચાલું રહે તો કદાચ એવું બની શકે કે ૨૦૧૪માં પશ્ચિમ બંગાળમાં માત્ર એકજ બેઠક મળી હતી તે ઈતિહાસનું પૂનરાવર્તન થઈ શકે છે તેવો દિલ્હીમાં બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ભય છે. વિધાન સભાની ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષને દૂર કરી નવા અધ્યક્ષ મજૂમદારને નીમ્યા પણ તેની કોઈ અસર થઈ નથી. સાત બેઠકો પેટા ચૂંટણીમાં ભાજપે વિક્રમ સર્જક સરસાઈથી ગૂમાવી છે.

jio next 5 પશ્ચિમ બંગાળમાં અસ્તિત્વ જાળવવા ભાજપ સંઘના શરણે

ભાજપના મોવડીઓએ વિવિધ ગુપ્તચર સંસ્થાઓ પાસે કરાવેલો અહેવાલ પણ એ વાતનો સંકેત આપે છે કે, પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી વખતે ભાજપની હાલત બગડવાની શક્યતા છે. આ બધા સંજોગો વચ્ચે ભાજપે પશ્ચિમ બંગાળ અંગે નવેસરથી રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - વિકિપીડિયા
તેના પ્રથમ ભાગ રૂપે પશ્ચિમ બંગાળ ભાજપના તમામ સ્તરે સંગઠનમાં જરૂરી ફેરફાર શરૂ કર્યા છે. જ્યારે બીજા તબક્કા તરીકે ભાજપના મોવડી મંડળે પોતાની વડીલ સંસ્થા કે એપી સેન્ટર સમાન સંસ્થા આર.એસ.એસ. એટલે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું શરણુું લીધું છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં આર.એસ.એસ.ની વિચાર ધારાને વધુ મજબૂત બનાવવા સંઘના મોવડીઓને સંઘની શાખાઓ વધારવાની વિનંતિ કરી છે. આ વિનંતિ સંઘે સ્વીકારી લીધી છે અને સંઘના વડા મોહન ભાગવત પશ્ચિમ બંગાળમાં પહોંચી ગયા છે. પશ્ચિમ બંગાળમાં હાલ સંઘની ૨૦૦૦થી વધુ શાખાઓ છે તેેેને ૮૦૦૦ સુધી પહોંચાડવા માટેનું અભિયાન શરૂ કર્યુ છે.

જાણો RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) થી જોડાયેલ આ 17 રોચક જાણકારી જે તમે નથી  જાણતા.. - MT News Gujarati
ભાજપ માટે પશ્ચિમ બંગાળમાં કપરી સ્થિતિ છે અને સંઘને મેદાનમાં ઉતારી ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવી તેમજ જે યુવાનો કોઈ પક્ષમાં નથી તેમને પણ સંઘમાં અને ત્યારબાદ ભાજપમાં સામેલ કરવા માટેની આખી યોજના તૈયાર કરાઈ છે. પશ્ર્ચિમ બંગાળ અને કેરળ એ બંન્ને એવા વિસ્તારો એવા છે કે, જ્યાં ડાબેરીઓ અને કોંગ્રેસનું જોર છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓએ સતત ૩૪ વર્ષ સુધી રાજ કર્યા બાદ છેલ્લા ૧૦ વર્ષથી મમતા બેનરજીના પક્ષ ટીએમસીનું શાસન છે. ડાબેરીઓ અને કોંગ્રેસ તો લગભગ સાફ થઈ ગયા છે મમતા બેનરજી પોતે મૂળ કોંગ્રેસનાજ છે અને હાલના તબક્કે તેઓ એટલા બધા મજબૂત બની ગયા છે કે તેેમના પક્ષ ટીએમસીનાં કેટલાક નેતાઓ ટીએમસીજ અસલી કોંગ્રેસ હોવાનો દાવો કરતાં થઈ ગયા છે. આ કાંઈ જેવી તેવી વાત નથી. જ્યારે કેરળમાં તો ડાબેરીઓએ સતત બીજીવાર જીત મેળવીને સત્તા જાળવી રાખી છે. તો કોંગ્રેસની આગેવાની હેઠળનો યુનાઈટેડ ડેમોક્રેટીંક ફ્રન્ટ એટલે કે યુડીએફ મુખ્ય વિપક્ષ તરીકે છે આ ૨૦૧૬ની ચૂંટણીમાં તો કેરળમાં ભાજપને સમ ખાવા પૂરતી એક બેઠક મળી હતી પરંતુ આ વખતે તો ત્યાં ભાજપનું ખાતું પણ ખૂલ્યું નથી.

BJP support base intact despite 2nd wave shock
૨૦૧૬ની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની માત્ર ત્રણ બેઠકો હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપની તાકાત ત્યાં વધી અને ૪૨માંથી ૧૮ બેઠકો મળી. આ વખતે વિધાન સભાની ચૂંટણીમાં ભાજપને ૭૫ બેઠકો મળી હતી પરંતુ તેમાંથી ચાર ધારાસભ્યો પક્ષ છોડી ચૂક્યા છે બીજા કેટલાક ભાજપ છોડવાની તૈયારીમાં છે ભાજપે પોતાની તાકાત ટીએમસી કોંગ્રેસ અને ડાબેરી પક્ષના કેટલાક આગેવાનોને પોતાના પક્ષમાં ખેંચીને મજબૂત બનાવી હતી. પરંતુ ૨૦૨૧ની વિધાન સભા ચૂંટણીમાં ટીએમસી મજબૂત બની છે. પશ્ચિમ બંગાળમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૪૦ ટકા અને ૨૦૨૧ની વિધાન સભા ચૂંટણીમાં ૩૨ ટકા મત મેળવનાર ભાજપ પેટા ચૂંટણીમાં માત્ર ૧૮ ટકા મત મેળવી શક્યો છે.

પશ્ચિમ બંગાળ ચૂંટણી : મમતા બેનરજીની લડાયક છબી સામે ભાજપ ટકી શકશે? - BBC  News ગુજરાતી

આ સંજોગો વચ્ચે પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે સત્તા મજબૂત તો બાજુએ રહી અને જો ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો આંચકો લાગે તેમ છે. આ પરિસ્થિતિની ગંભીરતા સમજી ભાજપ જે રીતે અમૂક રાજ્યોમાં ધર્મના શરણે જાય છે તે જ રીતે પશ્ચિમ બંગાળમાં ભાજપને મજબૂત બનાવવા સંઘનું શરણું લીધું છે. સંઘે આ જવાબદારી સ્વીકારી લીધી છે. પશ્ચિમ બંગાળમાં ધર્મનું કાર્ડ ચાલે તેમ નથી. જે બેઠક પરથી મમતા બેનરજી ૫૮ હજાર મતથી જીત્યા તે ભવાનીપુર બેઠકમાં લઘુમતી મતદારોની સંખ્યા માત્ર ૧૮ ટકા છે ૮૨ ટકા બહુમતી વર્ગના મતદારો છે જેમાં પરપ્રાંતિય પણ આવી જાય છે. છતાં ટીએમસી આ બેઠક સારી રીતે જીતી છે એટલે મમતા બેનરજીનો પક્ષ માત્રને માત્ર લઘુમતી મતદારોના કારણે જીત્યાં છે તેવો પ્રચાર ભાજપના કેટલાક નેતાઓ તથા તેમના સમર્થકો દ્વારા થતો પ્રચારનું સૂરસૂરિયું થઈ ગયું છે. એક આ સંજોગોમાં હવે સંઘ ભાજપને કેટલો મદદ‚પ બને છે તે જોવાનું રહે છે.

કચ્છ / મુંદ્રા બંદરેથી પરમાણુ હથિયારમાં વપરાતો કાચો માલ ઝડપાયો

ગુજરાત / PM મોદીનાં ત્રણ કૃષિ કાયદા પરત લેવાના નિર્ણય પર જાણો શું કહે છે રાજ્યનાં Politician