Not Set/ દક્ષિણ ગુજરાતમાં ઘેરાતું ઓક્સીજન અને રેમડેસિવિરનું સંકટ, વાપી બાદ અહીં પણ હોસ્પિટલ સંચાલકો બન્યા લાચાર

દર્દીઓની સંખ્યા વધતા જ જિલ્લામાં ઓક્સિજનની ફરી અછત વર્તાઈ રહી છે. જિલ્લામાં ઓક્સિજનનો પ્લાન્ટ ન હોવાથી ખાનગી હોસ્પિટલોએ સુરત અથવા વલસાડ જિલ્લાના ઓક્સિજન પ્લાન્ટ ઉપર આધાર રાખવો પડે છે.

Gujarat Others Trending
corona 5 દક્ષિણ ગુજરાતમાં ઘેરાતું ઓક્સીજન અને રેમડેસિવિરનું સંકટ, વાપી બાદ અહીં પણ હોસ્પિટલ સંચાલકો બન્યા લાચાર

સરકારી હોસ્પિટલો સાથે જ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ છે.

એકબીજા ઉપર ખો નાખતા અધિકારી 

નવસારીમાં વધતા કોરોના ના કેસ વચ્ચે ફરી ખાનગી હોસ્પિટલોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળતો નથી. સાથે જ જરૂરિયાત પ્રમાણે રેમડેસિવીર ઇન્જેક્શન ન મળતા આજે ચીખલી અને ગણદેવીની ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વ્યવસ્થા સુચારૂ થાય એવી માંગણી કરી હતી.

નવસારી જિલ્લામાં સતત કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાના કારણે સરકારી હોસ્પિટલો સાથે જ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ છે. જેથી હવે કોરોનાના દર્દીઓએ ઘરે રહીને સારવાર લેવા પડી રહી છે. દર્દીઓની સંખ્યા વધતા જ જિલ્લામાં ઓક્સિજનની ફરી અછત વર્તાઈ રહી છે. જિલ્લામાં ઓક્સિજનનો પ્લાન્ટ ન હોવાથી ખાનગી હોસ્પિટલોએ સુરત અથવા વલસાડ જિલ્લાના ઓક્સિજન પ્લાન્ટ ઉપર આધાર રાખવો પડે છે. પરંતુ બંને જિલ્લાઓ પોતાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપતા હોવાથી હોસ્પિટલોને ઓક્સિજનનો પૂરતો જથ્થો કલાકો બાદ મળે છે.

બીજી તરફ જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનની પણ મોટી અછત વર્તાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલોને દર્દીઓના દસ્તાવેજોની લાંબી પ્રોસેસ બાદ જરૂરિયાતની સામે 10 થી 25 ટકા ઇન્જેક્શન મળે છે, જેથી કોરોનાના દર્દીઓની સારવાર અધૂરી રહે છે. ત્યારે આજે ફરી એક વખત ગણદેવી અને ચીખલી તાલુકાની ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ ચીખલી પ્રાંત અધિકારી ડી. ડી. જોગીયાને આવેદનપત્ર આપી સમય પર ઓક્સિજન મળી રહે તે માટે જિલ્લા કલેકટર સ્તરેથી વલસાડ અને સુરત જિલ્લા કલેકટરોને રજૂઆત કરાય અને રેમડેસિવીર ઇન્જેક્શનની જેટલી જરૂરિયાત છે એ મુજબ ઇન્જેક્શન મળી રહે એવી માંગણી કરી હતી. જેની સામે પ્રાંત અધિકારીએ ઓક્સિજન મુદ્દે પુરવઠા અધિકારી અને ઇન્જેક્શન મુદ્દેજિલ્લા કલેકટર ઉપર ખો આપી દીધો હતો.

અત્રે નોધનીય છે કે નવસારીની  નજીક આવેલા વાપી માં પણ કોરોના દર્દીઓ માટે ઓક્સીજ્નની તંગી વર્તાઈ રહી છે. અને હોસ્પિટલ સંચાલકો ઓક્સીજન ની તંગી હોવાને કારણેદર્દીઓની સારવારમાં અસમર્થ હોવાનું જણાવ્યું છે.

કોરોનાનો કોહરામ / ચૂંટણી રાજ્ય બંગાળમાં નોધાયાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક કેસ, મમતા બેનર્જીએ જાહેર સભાઓને કરી રદ