Surat News : પુણેની કંપનીમાં સુરતીઓના કરોડો રૂપિયા ડૂબકા ચકચાર મચી છે. વિપ્સ કંપની દ્વારા અંદાજે 200 કરોડ રૂપિયાનું ઉઠમણું કરાયું હોવાની ચર્ચા ચાલી છે. કંપની દ્વારા જર મહિને 3 ટકા રિટર્ન આપવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. જેને પગલે અનેક સુરતીઓે આ કંપનીમાં નાણાં રોક્યા હતા. એક અંદાજ મુજબ સુરતના 7 લોકોના 2.86 કરોડ રૂપિયા સલવાયા હોવાનું કહેવાય છે.
જેને પગલે ઉમરા પોલીસ સ્ટેશનમાં એજન્ટ અને ડાયરેક્ટર વિરૂધ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. બીજીતરફ પુણેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ હવાલાકાંડ મામલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. તે સિવાય ઈકો સેલ દ્વારા અરવિંદ સોલંકીની ધરપકડ કરવામાંઆવી છે.
આ પણ વાંચો: આ બોડી બિલ્ડરનું 19 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત
આ પણ વાંચો: રાજકોટમાં ટ્રક ચલાવતા હાર્ટ એટેકથી ચાલકનું થયું મોત
આ પણ વાંચો: વડોદરાનાં કોંગી નેતા અને ડે. મેયર ચિરાગ ઝવેરીનું હાર્ટ એટેકથી અવસાન