ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પોતાની જબરદસ્ત બેટિંગથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એક ટૂર્નામેન્ટમાં તેણે શાનદાર બેટિંગ કરતા બેવડી સદી ફટકારી છે જેમા તેણે ચોક્કા અને છક્કાનો વરસાદ કરી દીધો હતો.
આ પણ વાંચો – અવસાન / 51 વર્ષની ઉંમર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર આ ખેલાડીએ લીધો અંતિમ શ્વાસ
આપને જણાવી દઇએ કે, પોલીસ શીલ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2021ની ફાઈનલ મેચમાં સૂર્યકુમાર યાદવે આ ધમાકેદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે માત્ર 152 બોલમાં 37 ચોક્કા અને 5 છક્કા સાથે 249 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ રીતે સૂર્યકુમાર યાદવે માત્ર બાઉન્ડ્રીની મદદથી 178 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે પારસી જીમખાના તરફથી રમતા પેઈડ સ્પોર્ટ્સ ક્લબ સામે આ ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે આ દરમ્યાન બે મોટી ભાગીદારી કરી હતી. તેણે આદિત્ય તારે સાથે ચોથી વિકેટ માટે 124 રનની શાનદાર ભાગીદારી કરી હતી. આ સાથે જ તેણે સચિન યાદવ સાથે પાંચમી વિકેટ માટે 209 રનની મેરેથોન ભાગીદારી પણ કરી હતી. આપને જણાવી દઈએ કે, આ પહેલા સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણું સારું હતું અને તેના કારણે તેને ભારતીય ટીમમાં જગ્યા મળી હતી. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ શાનદાર ડેબ્યૂ કર્યું હતું. હવે તે ટીમનો મહત્વનો ભાગ છે.
આ પણ વાંચો – Viral Video / બેટ્સમેનની એક ભૂલ ટીમને પડી ભારે, 2 રનનાં ચક્કરમાં કરી આટલી મોટી ભૂલ, Video
સૂર્યકુમાર યાદવને પણ T20 વર્લ્ડકપ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો અને તેને મુંબઈ ઈન્ડિયન્સે IPL ની આગામી સીઝન માટે ફરી એક વખત જાળવી રાખ્યો છે. આપને જણાવી દઇએ કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાવાની છે, જેના માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. તેની ધમાકેદાર ઇનિંગ્સને કારણે સૂર્યકુમાર યાદવે તે પ્રવાસ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. તેને ટીમમાં જગ્યા મળી શકે છે.
