મહારાષ્ટ્રમાં વર્ષોની કાનૂની લડાઈ પછી એક શ્વાનને ન્યાય મળ્યો છે. શ્વાનના મૃત્યુ કેસમાં માલિકને વળતર આપવામાં આવ્યું છે, ચંદ્રપુર મોટર અકસ્માત દાવો ટ્રિબ્યુનલે વીમા કંપનીને શ્વાન ના માલિકને 1 લાખ 62 હજાર રૂપિયા ચૂકવવા અને વ્યાજની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે, આ દેશમાં આ પ્રકારનો પહેલો કિસ્સો છે, જેમાં માર્ગ અકસ્માતને કારણે કૂતરાના મૃત્યુના કિસ્સામાં વળતરનો મામલો સામે આવ્યો છે.
આ પણ વાંચો :કાશ્મીરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો,24 કલાકમાં પાંચ આતંકવાદીનો ખાત્મો…
અંગે મળતી માહિતી અનુસાર, ચંદ્રપુર શહેરના તુકુમના રહેવાસી ઉમેશ ભાટકર 10 જાન્યુઆરી, 2013ના રોજ સવારે 6.30 વાગ્યે પોતાના 11 વર્ષના શ્વાન સાથે અયપ્પા મંદિર પાસે જઈ રહ્યા હતા. ત્યારે ગોપાલ દૂધ ડેરી પાસે એક લોડેડ સ્કૂલ બસે જોનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જ્હોનનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત મેસર્સ રહીમ ટ્રાવેલ્સની બસ નંબર MH 40 N 3766 સાથે થયો હતો.
આ પછી ભાટકરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્હોનનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુરવાર થયું કે તેનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું. ભાટકરે દોષિત ટ્રાવેલ્સ કંપની સામે કોર્ટમાં લાંબી લડાઈ લડી હતી. અંતે કોર્ટે વળતરનો આદેશ કર્યો હતો.
આ પણ વાંચો :કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના કૃષિ કાયદા અંગેના નિવેદન પર કોંગ્રેસે કર્યા પ્રહાર,જાણો વિગત
જ્હોનના મૃત્યુ પછી, મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ, ચંદ્રપુરે અકસ્માત માટે વળતર આપવાનો આદેશ આપ્યો. જોન નામનો આ શ્વાન આરતી ઈન્ફ્રા કંપનીમાં કામ કરતો હતો. તેના બદલામાં માલિક ભાટકરને દર મહિને 8000 રૂપિયાનો પગાર મળતો હતો.
સ્કૂલ બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે જ્હોનનું મોત થયું હતું. આ કારણે ભાટકરને દર મહિને 8000 રૂપિયાનું નુકસાન થતું હતું. ભાટકરે બસના માલિક અને વીમા કંપની પાસેથી વળતરની માંગ કરી હતી. આ માટે તેણે ઘણી કોશિશ કરી પણ કોઈ ફાયદો થયો નહીં. આખરે તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. આ રીતે 8 વર્ષ સુધી કેસ ચાલ્યો અને આખરે ન્યાય મળ્યો.
શું છે સમગ્ર મામલો?
કેસના વકીલ જયપ્રકાશ પાંડેએ કહ્યું કે અમારો ધ્યેય એક જ હતો કે દેશભરમાં એક સંદેશ જાય કે રસ્તા પર માણસ ચાલતો હોય કે પછી પ્રાણી, બધાના જીવની કિંમત છે અને સુરક્ષા રાખવાની જવાબદારી વાહન ચલાવનારાની છે. કોર્ટમાં આ કેસ આઠ વર્ષથી ચાલી રહ્યો હતો અને લડાઈ ખૂબ જ કઠણ રહી હતી. જૉન નામક શ્વાનનાં માલિક ઉમેશ ભટકરે મોટર એક્સિડેન્ટલ ક્લેમ ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરીને પાંચ લાખ રૂપિયાનાં વળતરની માંગ કરી હતી.
આ પણ વાંચો : ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના,એક જ ટ્રેક પર બે માલગાડી સામસામે અથડાઇ…
શ્વાનના માલિકે કહ્યું કે તે દિવસે તેઓ સવારના સમયમાં પોતાના શ્વાન સાથે રસ્તા પર આંટો મારી રહ્યા હતા અને એક સ્કૂલ બસે આવીને શ્વાનને ટક્કર મારી દીધી. એ બાદ FIR પણ કરવામાં આવી અને પોસ્ટમૉર્ટમ પણ કરાવવામાં આવ્યું હતું.
કેમ કર્યો દાવો?
શ્વાનનાં માલિકે કોર્ટમાં દલિલ આપી હતી કે શ્વાન એક કંપનીની અંદર સુરક્ષા માટે તૈનાત હતો અને તેનાથી તેમને દર મહિને આઠ હજાર રૂપિયાની આવક થતી હતી તેથી વીમા કંપની દ્વારા મને તેનું વળતર આપવામાં આવે.
આ પણ વાંચો :પાકિસ્તાન કોર્ટે શીખ સમુદાયના કિરપાણ મામલે શું આદેશ આપ્યો જાણો,ભારતે આ મામલે શું કહ્યું..
આ પણ વાંચો :સંયુકત કિસાન મોરચાએ ચૂંટણી મામલે શું કહ્યું જાણો….
