Bollywood/ સૂર્યવંશીને રવિવાર ફળ્યો, એક દિવસમાં કરી બમ્પર કમાણી..

અક્ષય કુમાર અને કેટરિના કૈફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મને ભારતમાં 4000 સ્ક્રીન્સ મળી છે જ્યારે તે વિદેશમાં 1300 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે.

Entertainment

સૂર્યવંશી’ અગાઉ માર્ચ 2020માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આવી પરંતુ દર વખતે તેને રોગચાળાને કારણે આગળ ધકેલવી પડી. રોહિત શેટ્ટી આ મોટા બજેટની ફિલ્મને માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ કરવા માગતો હતો. આખરે, 19 મહિનાની લાંબી રાહ પછી, જ્યારે ‘સૂર્યવંશી’ બોક્સ ઓફિસ પર આવી, ત્યારે આ રાહ પણ સફળ થતી જોવા મળી રહી છે. ફિલ્મે શરૂઆતના દિવસે જ શાનદાર કલેક્શન કર્યું હતું. ઉપરાંત, તે સપ્તાહના અંતે પણ તેની ગતિ જાળવી રાખી છે.

સૂર્યવંશી’નું પ્રથમ દિવસનું કલેક્શન 26.29 કરોડ રહ્યું. ફિલ્મે શનિવારે 23.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. એક અહેવાલ મુજબ, ફિલ્મને રવિવારની રજાનો લાભ મળ્યો અને તેણે 27 થી 28 કરોડનું કલેક્શન કર્યું. આ રીતે રવિવારના કલેક્શનના આંકડા પહેલા દિવસ કરતા વધુ છે. ફિલ્મે 3 દિવસમાં 77 કરોડની કમાણી કરી લીધી છે.

આ પણ વાંચો :UK PM બોરિસ જહોન્સને ઉજવી દિવાળી / UK PM બોરિસ જહોન્સન ગૃહ સચિવ પ્રીતિ પટેલ સાથે દિવાળી મનાવવા નીસડન મંદિર ખાતે પહોંચ્યા

આ ફિલ્મ વિદેશમાં પણ સારી કમાણી કરી રહી છે. એક રિપોર્ટ મુજબ  ‘સૂર્યવંશી’એ વિદેશમાં પહેલા દિવસે 8.10 કરોડ અને બીજા દિવસે 8.58 કરોડની કમાણી કરી છે. આ રીતે બે દિવસમાં કુલ 16.68 કરોડનું કલેક્શન થયું.

અક્ષય કુમાર અને કેટરિના કૈફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મને ભારતમાં 4000 સ્ક્રીન્સ મળી છે જ્યારે તે વિદેશમાં 1300 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. ફિલ્મના અન્ય કલાકારો વિશે વાત કરીએ તો, ગુલશન ગ્રોવર, સિકંદર ખેર, અભિમન્યુ સિંહ અને જાવેદ જાફરી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગન કેમિયો રોલમાં છે. ‘સૂર્યવંશી’ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, ધર્મા પ્રોડક્શન્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે.

આ પણ વાંચો :ક્રુઝ ડ્રગ્સ કેસ / પુત્રી અનન્યા પછી ચંકી પાંડેના ભાઈ ચિક્કીને મુંબઈ પોલીસનું સમન્સ