Not Set/ સુષ્મા સ્વરાજે આ શખ્સને કહ્યુ હતુ ભૂલ્યા વિના પોતાનો 1 રૂપિયો લઇ જજો, જાણો કોણ છે તે શખ્સ

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. મંગળવારે રાત્રે 66 વર્ષીય સુષ્મા સ્વરાજનું કાર્ડિયાક એરેસ્ટનાં કારણે મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુ પછી આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણ જાધવનો કેસ લડનાર વકીલ હરીશ સાલ્વેએ એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલની સાથે […]

India

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. મંગળવારે રાત્રે 66 વર્ષીય સુષ્મા સ્વરાજનું કાર્ડિયાક એરેસ્ટનાં કારણે મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુ પછી આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણ જાધવનો કેસ લડનાર વકીલ હરીશ સાલ્વેએ એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલની સાથે વાર્તાલાભ કરતા પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની અચાનક મોતને લઇ અમુક યાદો તાજા કરી હતી.

સાલ્વેએ કહ્યું કે, હું ખૂબ જ ચોંકી ગયો છું. મંગળવારે જ રાત્રે 8:45 વાગ્યે સુષ્માજી સાથે મારી વાત થઈ હતી. આ દરમિયાન સુષ્માજીએ મને કહ્યુ કે, આવતીકાલે (બુધવારે) 1 રૂપિયો ફી લઇ જજો. આપને જણાવી દઇએ કે, કુલભૂષણનો કેસ સાલ્વેએ માત્ર 1 રૂપિયામાં લડ્યો હતો. સાલ્વેએ વધુમાં કહ્યું કે, ‘આ માત્ર દેશનું જ નુકસાન નથી, પરંતુ તે મારું અંગત નુકસાન પણ છે. મારી તેમની સાથે ખૂબ ભાવુક વાતો થઇ હતી. તેમણે મને કહ્યું હતુ કે તમે મને મળવા આવો અને તમે જે 1 રૂપિયો ફી માંગી હતી તે લઈ જાઓ. તે સાચા અર્થમાં ખૂબ મોટી નેતા હતી. તે ખૂબ જ શક્તિશાળી નેતા હતી. ભાવુક થયેલા સાલ્વેએ કહ્યુ કે, એવું લાગે છે કે મે મારી બહેન ગુમાવી છે. ‘

આપને જણાવી દઇએ કે, જ્યા સાલ્વેએ આ કેસ માટે ફક્ત 1 રૂપિયા માંગ્યા હતા, ત્યા પાકિસ્તાને તેના વકીલોની ટીમમાં 20 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. સાલ્વેની આ ફીનો ખુલાસો 15 મે 2017 નાં રોજ તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સિવાય અન્ય કોઈએ કર્યો ન હતો. સ્વરાજે પોતાની ટ્વિટમાં કહ્યું હતું કે, હેગમાં આઇસીજેમાં ભારતની તરફેણ કરવા બદલ હરીશ સાલ્વેએ ફી રૂપે માત્ર એક રૂપિયો જ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.