Not Set/ સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા નંબરે, ઇન્દોર સતત પાંચમાં વર્ષે પ્રથમ ક્રમાંક પર

મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, સ્વચ્છતા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ અને ગાંધીજીની આ પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન તરીકે આગળ ધપાવ્યું હતું.

Top Stories India
સ્વચ્છતા સર્વેક્ષણ 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી સ્વચ્છતા મિશન હેઠળ દર વર્ષે હાથ ધરવામાં આવતા સ્વચ્છ સર્વેક્ષણ 2021ના પરિણામો શનિવારે જાહેર કરવામાં આવ્યા છે. આ સર્વેમાં દેશના 4000થી વધુ શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે વિજેતા શહેરોની જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશે સ્વચ્છ સર્વેક્ષણ 2021માં મોટી સફળતા હાંસલ કરી છે. ઈન્દોર સતત પાંચમી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. 2017થી શરૂ થયેલી શ્રેણી 2021માં પણ ચાલુ રહી. ઈન્દોરે સફાઈ મિત્ર સેફ્ટી ચેલેન્જમાં પણ ટોપ કર્યું છે. આ એવોર્ડના ભાગરૂપે ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનને 12 કરોડ રૂપિયાનો એવોર્ડ મળશે. ઈન્દોરને કુલ ત્રણ એવોર્ડ મળ્યા છે. તે જ સમયે, મધ્યપ્રદેશને કુલ 31 એવોર્ડ મળ્યા છે.

મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે સતત પાંચમી વખત ઈન્દોરીમાં ટોચના સ્થાને રહેવા માટે ઈન્દોરી સ્વરમાં શુભેચ્છાઓ પાઠવી હતી. તેણે ટ્વિટર પર લખ્યું- ઓહ વાહ ભિયા! છા ગયા અપના ઇન્દોર ફિર સે !

સ્વચ્છતા સર્વેક્ષણ-2021 માં સુરત (ગુજરાત) બીજા નંબરે અને વિજયવાડા (આંધ્રપ્રદેશ) ત્રીજા નંબરે રહ્યું હતું.

ઈન્દોરને કેન્દ્ર સરકાર દ્વારા સતત પાંચમી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરતને બીજું સ્થાન મળ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં છત્તીસગઢને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં વારાણસીને સૌથી સ્વચ્છ ગંગા શહેરની શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારના વર્ષ 2017, 2018, 2019 અને 2020ના સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન પણ ઈન્દોર દેશમાં ટોચ પર હતું. વર્ષ 2021ના સર્વેમાં આ ટાઇટલ જાળવી રાખવા માટે, IMCએ “ઇન્દોર લગાગા સ્વચ્છતા કા પંચ” સૂત્ર આપ્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, સ્વચ્છતા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ અને ગાંધીજીની આ પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન તરીકે આગળ ધપાવ્યું હતું. તેમણે કહ્યું કે મને જણાવવામાં આવ્યું છે કે, દેશના  35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને શહેરી વિસ્તારો ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ ગયા છે.

કોવિંદે કહ્યું કે સ્વચ્છ ભારત મિશનની સૌથી મોટી સફળતા એ દેશની વિચારસરણીમાં પરિવર્તન છે જ્યાં હવે ઘરના નાના બાળકો પણ ગંદકી ફેલાવતા વડીલોને રોકે છે અને અવરોધે છે. માણસો દ્વારા હાથથી સફાઈ કરવી એ શરમજનક પ્રથા છે અને તેને રોકવાની જવાબદારી માત્ર સરકારની જ નહીં પરંતુ સમાજ અને દેશના તમામ નાગરિકોની છે. તેમણે સૂચન કર્યું કે તમામ શહેરોમાં મશીન ક્લિનિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. રાષ્ટ્રપતિએ સ્વચ્છતા પુરસ્કાર વિજેતા શહેરોની સારી પ્રથાઓ અપનાવવાની પણ વાત કરી હતી.

પાંચ કરોડથી વધુ ફીડબેક

2016 માં આ પગલાની શરૂઆતમાં સર્વેક્ષણમાં ફક્ત 73 મોટા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વર્ષના સર્વેની સફળતા આ વખતે નાગરિકો તરફથી મળેલા ફીડબેકની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે પાંચ કરોડથી વધુ ફીડબેક આવ્યા. ગયા વર્ષે આ સંખ્યા 1.87 કરોડ હતી. ‘સ્વચ્છ સર્વેક્ષણ 2021’ અંગે મંત્રાલયે કહ્યું કે જમીની સ્તરે રાજ્યો અને શહેરોના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો થયો છે.