Bollywood/ સ્વરા ભાસ્કરે શાહરૂખ ખાન પર લગાવ્યો તેમની લવ લાઈફ બગાડવાનો આરોપ, જાણો કારણ

સ્વરા ભાસ્કરની સાથે પૂજા ચોપરા, શિખા તલસાનિયા અને મેહર વિજ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્વરા ભાસ્કરે શાહરૂખ ખાન અને આદિત્ય ચોપરા પર તેમની લવ લાઈફ બગાડવાનો આરોપ લગાવ્યો છે.

Trending Entertainment
સ્વરા ભાસ્કરે

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર ટૂંક સમયમાં જ ફિલ્મ ‘જહાં ચાર યાર’માં જોવા મળશે અને આ દિવસોમાં તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં સ્વરા ભાસ્કરની સાથે પૂજા ચોપરા, શિખા તલસાનિયા અને મેહર વિજ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્વરા ભાસ્કરે શાહરૂખ ખાન અને આદિત્ય ચોપરા પર તેમની લવ લાઈફ બગાડવાનો આરોપ લગાવ્યો છે.

શાહરુખે બગાડી લવ લાઈફ

વાસ્તવમાં ફિલ્મ જહાં ચાર યારના પ્રમોશન દરમિયાન સ્વરાએ એક સવાલ પર કહ્યું કે આદિત્ય ચોપરા અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે તેમની લવ લાઈફ બગાડી નાખી. મિડ સાથેની વાતચીતમાં સ્વરાએ કહ્યું, ‘હું આદિત્ય ચોપરા સર અને શાહરૂખ ખાન પર મારી લવ લાઈફ બગાડવાનો આરોપ લગાવું છું. કારણ કે મેં ટીનએજમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જોઈ હતી અને ત્યારથી હું મારા રાજને શોધી રહી છું, જે શાહરૂખ જેવો દેખાય. પણ રાજ….!

રાજ વાસ્તવિકતામાં નથી …

સ્વરાએ આગળ કહ્યું, ‘મને ઘણા વર્ષો પછી સમજાયું કે રાજ વાસ્તવિકતામાં નથી. મને નથી લાગતું કે હું સંબંધોમાં પૂરતી સારી છું. બીજી તરફ પૂજાએ વાતચીત દરમિયાન કહ્યું, ‘સ્વરા સિંગલ છે અને રિલેશનશિપ માટે તૈયાર છે.’ તેના પર સ્વરાએ આગળ કહ્યું, ‘મારું થઈ ગયું, હું હવે સંબંધો નહીં કરી શકું. મારામાં તાકાત નથી. એકલ જીવન મુશ્કેલ છે.

‘જહાં ચાર યાર’ 16 સપ્ટેમ્બરે રિલીઝ થશે

ફિલ્મ ‘જહાં ચાર યાર’માં ચાર મહિલા મિત્રોની વાર્તા બતાવવામાં આવશે. વુમન સેન્ટ્રિક આ ફિલ્મ 16 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. સ્વરાની છેલ્લી થિયેટર ફિલ્મ વીરે દી વેડિંગ હતી, જે વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ મહિલાઓની મિત્રતા પર આધારિત હતી, પરંતુ સ્વરા કહે છે કે ‘જહાં ચાર યાર’ તેનાથી સાવ અલગ વાર્તા છે.

આ પણ વાંચો:સાઉથ સ્ટાર પ્રભાસના કાકા કૃષ્ણમ રાજુનું નિધન, 82 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

આ પણ વાંચો:રણબીર-આલિયાના બ્રહ્માસ્ત્ર માટે ખરાબ સમાચાર, કોર્ટના નિર્ણય બાદ પણ ફિલ્મ થઇ ઓનલાઇન લીક

આ પણ વાંચો: રજનીકાંતને પગ લાગી ઐશ્વર્યા રાય, દોડીને આ વ્યક્તિને ગળે વળગી, બધા જ કરી રહ્યા છે બચ્ચન વહુના વખાણ