Birthday/ જાણો, કેમ જન્મદિવસ પર કેક કાપતી વખતે રડવા લાગી સ્વરા ભાસ્કર, જુઓ વિડીયો

સ્વરા ભાસ્કર આજે (9 એપ્રિલ) ના રોજ તેનો જન્મદિવસ છે. તેના ચાહકો અને મિત્રો આજના ખાસ દિવસ પર અભિનંદન પાઠવી રહ્યા છે.

Entertainment

સ્વરા ભાસ્કર આજે (9 એપ્રિલ) ના રોજ તેનો જન્મદિવસ છે. તેના ચાહકો અને મિત્રો આજના ખાસ દિવસ પર અભિનંદન પાઠવી રહ્યા છે. આ દરમિયાન તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કેક કાપતી જોવા મળી રહી છે. તેના જન્મદિવસ પહેલા, તેના પરિવારે તેમને એક સરપ્રાઈઝ આપી હતી. આ દરમિયાન સ્વરા ખૂબ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી.\

આ પણ વાંચો :વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ પણ અભિનેત્રી નગમા કોરોના પોઝિટિવ

https://www.instagram.com/tv/CNazRFSAzbd/?utm_source=ig_web_copy_link

સ્વરા ભાસ્કરે વીડિયો શેર કર્યો અને લખ્યું, મારા માતાપિતા અને મારા સાથે કામ કરનાર લોકોએ મારો જન્મદિવસ સાંજે ઉજવ્યો હતો, આ એડવાંન્સમાં હતું તો હું સરપ્રાઈઝ રહી ગઈ. હું વિશ્વની સૌથી નસીબદાર વ્યક્તિ છું કે, મને આવા માતાપિતા પરિવાર અને આ મિત્રો મળ્યા.

આ પણ વાંચો :લોકપ્રિય ટેલિવિઝન શો અનુપમાના કલાકારો રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે કે મદાલસા શર્માની કોની કમાણી સૌથી વધારે ?

https://www.instagram.com/p/CNawbsalcam/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે, સોનમ કપૂરે સ્વરાના જન્મદિવસ પર પોસ્ટ પણ કરી છે. જેમાં તેણે લખ્યું, પ્રિય બહેન, અમે ફક્ત 1 દિવસ માટે વાત કરી અને એવું લાગી રહ્યું હતું કે મિત્રતા ભગવાન દ્વારા બનાવવામાં આવી છે. સાક્ષી, બિંદીયા અને ચંદ્રિકા… તમે જે પણ ભૂમિકા ભજવી, તે મારા પ્રિય હશે જે તમે ઓફ-સ્ક્રીન છો. તમારો અવાજ સમય સાથે ઉન્નત થાય. ઘણો પ્રેમ. જન્મદિવસ ની શુભકામના. આ તરફ સ્વરાએ જવાબ આપ્યો છે કે, લવ યુ સો મચ સોનમ, તમે બેસ્ટેસ્ટ છો.

આ પણ વાંચો :શોના આ ટોચના હરીફને થયો કોરાના , શું શુટિંગ બંધ થશે?