Not Set/ બાળકને પોતાની હવસનો શિકાર બનાવતો વૃદ્ધ કેમેરામાં થયો કૈદ, સ્વાતી માલેવાલે ટ્વીટ કરી વિડિયો કર્યો શેર

દિલ્હી મહિલા આયોગનાં પ્રમુખ સ્વાતી માલેવાલએ ટ્વીટર પર એક વિડિઓ પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં, એક વૃદ્ધ માણસ નિર્દોષ બાળક સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, સમયસર ત્યાં પહોંચતા લોકોના કારણે, તે આ કરવામાં સફળ થઈ શક્યો નહી. સ્વાતી મલિવાલે દિલ્હી પોલીસ પાસેથી આ વ્યક્તિની ધરપકડની માંગ કરી છે. માલેવાલએ ટ્વીટ કર્યુ, […]

India

દિલ્હી મહિલા આયોગનાં પ્રમુખ સ્વાતી માલેવાલએ ટ્વીટર પર એક વિડિઓ પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં, એક વૃદ્ધ માણસ નિર્દોષ બાળક સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, સમયસર ત્યાં પહોંચતા લોકોના કારણે, તે આ કરવામાં સફળ થઈ શક્યો નહી. સ્વાતી મલિવાલે દિલ્હી પોલીસ પાસેથી આ વ્યક્તિની ધરપકડની માંગ કરી છે.

માલેવાલએ ટ્વીટ કર્યુ, “આ જોઇ હાડકા પણ ઠંડી થઇ જશે. દિલ્હી પોલીસ એફઆઈઆર દાખલ કરી અને આ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરે. તે બાળકનાં દાદાની ઉંમરનો છે! બાળક ખૂબ જ નાનુ છે, વિચારીને પણ કંપ્પન ઉભી થઇ જાય છે, જો લોકો ત્યાં પહોંચ્યા ન હોત તો શું થયુ હોત? તેને ઓળખવામાં પોલીસને મદદ કરવાની અપીલ કરુ છુ. તેની ધરપકડ કરવી જોઈએ!”

શરમજનક હરકત કરતા આ શખ્સને ત્યા અચાનક આવી પહોચેલા લોકોએ પકડી લીધો અને તેને પુછ્યુ કે શું કરે છે? લોકોને જોઇ ડરી ગયેલો શખ્સ ઉઠીને પોતાના કપડા ઠીક કરવા લાગે છે. જો કે આ વિડિયો ક્યાનો છે તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી જેથી સ્વાતી માલેવાલ દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટનો વિડિયો શેર કરી શકાય તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.