Not Set/ રેસીપી – આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ઈમરતી

સામગ્રી 2 કપ અડદની દાળ 5 કપ ખાંડ 3-4 ટીપા કેસરી રંગ ઈચ્છામુજબ ઘી. બનાવવાની રીત સૌ પ્રથમ આશરે 5-6 કલાક અડદની દાળ સારી રીત પલાળી દો. તેનુ ઝીણુ પેસ્ટ કરીને તૈયાર કરી દો. 2 તારની સાફ કરીને ચાસણી તૈયાર કરીને મૂકી રાખો. ત્યાર પછી દળેલી અડદની દાળને સારી રીતે ફેંટી લો. જેમા દાળ ઘાટી […]

Uncategorized
aaaaaaam 9 રેસીપી - આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ઈમરતી

સામગ્રી

2 કપ અડદની દાળ

5 કપ ખાંડ

3-4 ટીપા કેસરી રંગ

ઈચ્છામુજબ ઘી.

બનાવવાની રીત

સૌ પ્રથમ આશરે 5-6 કલાક અડદની દાળ સારી રીત પલાળી દો. તેનુ ઝીણુ પેસ્ટ કરીને તૈયાર કરી દો. 2 તારની સાફ કરીને ચાસણી તૈયાર કરીને મૂકી રાખો.

ત્યાર પછી દળેલી અડદની દાળને સારી રીતે ફેંટી લો. જેમા દાળ ઘાટી અને સારી રીતે ફેટી લો.જેનાથી દાળ ઘટ્ટ અને હલકી થઈ જશે. થોડો કેસરી રંગ મેળવીને વધુ ફેંટો.

એક ચોખ્ખુ સૂતરના કપડાનો રૂમાલ લો. અને તેની વચ્ચે એક નાનકડું કાણું પાડી લો. પછી તેમાં દાળનુ પેસ્ટ કપડાની વચ્ચે રાખીને પોટલી બનાવી લો. કપડાંને કસીને પકડીને ફેરવીને જલેબીના આકારમાં પેસ્ટને ઘી માં પાડો.

જ્યારે ઈમરતી થોડી કડક થવા માંડે અને રંગ બદલવા માંડે તો ગરમા-ગરમ ચાસણીમાં લગભગ 3 મિનિટ માટે પલાળી દો.

ચાસણીમાંથી કાઢીને ઈલાયચી પાવડર ભભરાવીને ઇમરતી સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.