controvercy/ ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ નુપુર શર્મા પર ધરપકડની લટકતી તલવાર,મુંબઇ પોલીસ સમન્સ મોકલશે

રઝા એકેડમીએ નૂપુર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પયગંબર મોહમ્મદ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને દેશમાં ખળભળાટ મચી ગયો છે.

Top Stories India
2 13 ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ નુપુર શર્મા પર ધરપકડની લટકતી તલવાર,મુંબઇ પોલીસ સમન્સ મોકલશે

ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ પણ નુપુર શર્માની મુસીબતો ઓછી થઈ નથી. હવે મુંબઈ પોલીસ તેમને પ્રોફેટ મોહમ્મદ (પયગંબર મોહમ્મદ) પર આપેલા વિવાદાસ્પદ નિવેદન પર સમન્સ મોકલવા જઈ રહી છે. રઝા એકેડમીએ નૂપુર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પયગંબર મોહમ્મદ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને દેશમાં ખળભળાટ મચી ગયો છે. ઓવૈસી, ઓડ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અથવા મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલા સંગઠનોએ નૂપુરની ધરપકડની માંગ માટે મોરચો ખોલ્યો છે.

આ દરમિયાન નૂપુર શર્મા સામે કાયદાકીય કાર્યવાહીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. મુંબઈ પોલીસ ટૂંક સમયમાં તેને પૂછપરછ માટે સમન્સ મોકલવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા રઝા એકેડમીએ મુંબઈના પાયધુની પોલીસ સ્ટેશનમાં નુપુર શર્મા વિરુદ્ધ કેસ કર્યો હતો.

રઝા એકેડમીએ આ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે નૂપુરે પયગંબર મોહમ્મદના વાંધાજનક નિવેદનો કરીને ધાર્મિક લાગણીઓને ભડકાવી છે. આ સિવાય નૂપુર વિરુદ્ધ થાણેના મુમ્બા પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડે પણ આ મુદ્દે નુપુર શર્મા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. મામલો ત્યાં પૂરો ન થયો. ઓવૈસીએ આ મુદ્દાને બહાને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું તો સાધ્વી પ્રાચીએ નૂપુરનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે.

  ઉલ્લેખનીય છે કે   એક ટીવી ચેનલની ચર્ચામાં નૂપુર શર્માએ કથિત રીતે પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે લઘુમતી સમુદાયના લોકો રોષે ભરાયા હતા. તો આ વીડિયો વાઈરલ થયા પછી તે જ સમયે નુપુર શર્માએ કહ્યું હતું કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે, જેને ફેક્ટ ચેકર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ તેને ઈસ્લામિક કટ્ટરપંથીઓ તરફથી ધમકીઓ મળવા લાગી હતી.