Sports/ ફટાફટ ક્રિકેટની વધુ એક ચેમ્પિયન શીપ ટુર્નામેન્ટ શરૂ

ટી-૨૦ વિશ્વકપની પ્રથમ ટુર્નામેન્ટ ૨૦૭માં ભારત ચેમ્પીયન બન્યું હતું,  ઈંગ્લેન્ડ સામેની મેચમાં યુવરાજે ૬ બોલમાં ફટકારેલા છ છગ્ગા યાદગાર બની રહ્યા છે

Sports
ઇનામી રકમ ICCએ T 20 વર્લ્ડકપની ઇનામી રકમ જાહેર કરી, ટાઇટલ જીતનાર

સંયુક્ત આરબ અમિરાત એટલે કે યુએઈમાં માત્ર ભારત નહિ પણ વિશ્વના ઘણા દેશોના ખેલાડીઓ જેમાં ભાગ લે છે તે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ આયોજિત અને ભારતના ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને અબજપતિ બનાવવામાં જેની ભૂમિકા છે તે આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રીમીયર લીગ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ. જેમાં ચેન્નાઈ સુપરકીંગ એટલે કે ટીમ ધોની છઠ્ઠી વખત ચેમ્પીયન થઈ. કોલકત્તા નાઈટ રાઈડર્સનું બીજીવાર ચેમ્પીયન બનવાનું શમણું રોળાઈ ગયું. હવે આજ દેશમાં વિશ્વના આઠ દેશો ભાગ લેવાના છે તે ફટાફટ ક્રિકેટ એટલે કે ટી – ટ્‌વેન્ટી વર્લ્ડ કપનો ક્વોલીફાયર રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ૨૪મી ઓક્ટોબરે યુએઈમાં વધુ એકવાર ક્રિકેટ જગતના બે પ્રણાલિકાગત હરિફો ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે દિલધણ અને ઉશઅકેરાટ સભર મેચ રમાશે. ટેસ્ટ ક્રિકેટ ચેમ્પીયનશીપમાં રનર્સ અપ બનેલું ભારત વનડે વર્લ્ડ કપમાં ૧૯૮૩ અને ૨૦૧૧ એમ બે વખત વિશ્વકપ જીતી ચુક્યું છે. હવે જાેગાનું જાેગ એ છે કે વિશ્વ ક્રિકેટ વન ડે ચેમ્પીયનશીપની એક પણ મેચમાં ભારત હાર્યું નથી. જ્યારે ૨૦૦૮માં શરૂ થયેલ ટી-૨૦ વિશ્વકપ ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાયા હતા અને ભારતે પાકિસ્તાન પાકિસ્તાનને ધૂળ ચાટતું કરીને ચેમ્પીયનશીપ મેળવી હતી. ટુંકમાં કહીએ તો મર્યાદિત ક્રિકેટની ચેમ્પિયનશીપ માટેની કોઈપણ ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમ હંમેશા પાકિસ્તાન સામે અજેય રહ્યું છે.

jio next 5 ફટાફટ ક્રિકેટની વધુ એક ચેમ્પિયન શીપ ટુર્નામેન્ટ શરૂ
ફટાફટ ક્રિકેટના ઈતિહાસ પર નજર નાખીએ તો ૨૦૦૭માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલા પ્રથમ વિશ્વ કપમાં ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ રને હરાવી પ્રથમ ચેમ્પિયનશીપ હાંસલ કરી હતી. જેમાં ગૌતમ ગંભીરની ૭૫ રનની ઈનીંગો મેચ વીનીંગ હતી. ઈરફાને ૪ ઓવરમાં ૧૬ રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આમ ભારતે ફટાફટ ક્રિકેટમાં પ્રારંભ સાથે વિજય મેળવી વિક્રમ સર્જ્યો હતો.

2009 World Twenty20: When Pakistan emerged from darkness - Sport - DAWN.COM
૨૦૦૯માં પાકિસ્તાને ફાઈનલ સુધી આક્રમક ક્રિકેટ રમી શ્રીલંકાને ૮ વિકેટથી હરાવી વિશ્વકપ જીત્યો હતો. ૨૦૧૦માં બીજા બધા દેશો પાછળ રહી ગયા અને ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટે હરાવી ૨૦૧૦ની ચેમ્પિયનશીપ પોતાના નામે કહી હતી. ૨૦૧૨ અને ૨૦૧૬ની બન્ને ટી-૨૦ ટુર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝના નામે રહી હતી. ૨૦૧૨માં વેસ્ટ ઈન્ડીઝે શ્રીલંકા સામે ૩૬૨ને જીત મેળવી વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું ૨૦૧૬માં થતા વેસ્ટઈન્ડિઝે વિસ્ફોટક પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડને ફાઈનલમાં હરાવીને ચેમ્પીયનશીપ કબ્જે કરી હતી. ૨૦૧૬ના ફટાફટ ક્રિકેટ ચેમ્પિયનશીપનો વેસ્ટ ઈન્ડિઝવતી હીરો ઉપરા છાપરી સીકસર ફટકારનાર કાર્લોસ બ્રેથવેટ હતો. ૨૦૧૪માં બાંગ્લાદેશમાં રમાયેલી ટુર્નામેન્ટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. પરંતુ આ મેચમાં શ્રીલંકાએ ભારતને ૬ વિકેટથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે.

ICC T20 World Cup 2021: Boycott Pakistan Trends On Twitter Ahead of India- Pakistan Clash
આમ ભારત ૨૦૦૭માં ચેમ્પિયન બન્યું હતું અને સાત વર્ષ બાદ ૨૦૧૪માં ભારત ફાઈનલ મેચમાં પ્રવેશ્યું હતું. પણ મેચ ન જીતી શક્યું. આ વખતે પહેલા તો ભારતમાં જ ટી ૨૦ વર્લ્ડ કપ યોજાવાનો હતો પરંતુ કોરોનાના કારણે ફેરફાર થયો છે. ૨૪મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મેચ રમાવાની છે તે દરેક રીતે હાઈપ્રોફાઈલ મેચ બની રહેવાની છે. પાકિસ્તાની ક્રિકેટર બાબર આ વખતે ભારત સામે જીત મેળવવાનો દાવો કરે છે. તો ભારતીય ક્રિકેટવીરો એટલે કે ટીમ કોહલી આ વખતે પણ પાકિસ્તાનને પછાડી વિજય કૂચ અને અજેયપણું જાળવી રાખવા માગે છે.

ICC T20 World Cup 2020 Fixtures Revealed
ટી-૨૦ વર્લ્ડકપના આ વખતના કાર્યક્રમની વાત કરીએ તો ક્વોલીફાયર રાઉન્ડ સહિત ૧૬ ટીમો ભાગ લેશે ૪૫ મેચો રમશે આ વખતે પાંચ વર્ષ બાદ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટ ઓમાન અને યુએઈમાં રમાઈ રહી છે પણ યજમાન બીસીસીઆઈ એટલે કે ભારતનું ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ જ છે. ક્વોલીફાઈંગ રાઉન્ડમાં ૮ ટીમો છે અને આ રાઉન્ડના અંતે ટોપ – ટુ પર રહેનારી ટીમો ગ્રુપ સ્ટેજમાં પ્રવેશશે આ ગ્રુપ ૧માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ક્વોલીફાયર રાઉન્ડની બે ટીમો હશે. જ્યારે ગ્રુપ-બેમાં ભારત પાકિસ્તાન ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન તેમજ ક્વોલિફાઈ રાઉન્ડમાં વિજેતા થનારી બે ટીમો હશે. સુપર ૧૨માં ૩૦ મેચોમાં બન્ને ગ્રુપમાં પ્રથમ બે મેળવનાર બે – બે ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. સુપર ઓવર સહિતના નિયમો યથાવત છે. મેચમાં જીતની સંખ્યા સમાન હોય તેવા કિસ્સામાં નેટ રન રેટના આધારે સંખ્યા નક્કી થશે. ભારતે પોતાના ગૃપમાં પાકિસ્તાન ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સાથે રમવાનું છે જ્યારે ક્વોલીફાઈંગ રાઉન્ડની બે ટીમો સામે રમવાનું રહેશે.

ICC T20 World Cup 2021 Schedule, Squads, And Live Streaming Details
આ વખતની ટી – ૨૦ ટુર્નામેન્ટની વિશિષ્ઠતા એ છે કે પ્રથમ વખત રીવ્યું સિસ્ટમ દાખલ કરાઈ છે એટલે કે ડીઆરએસનો અધિકારી બન્ને ટીમોને આપવામાં આવ્યો છે. અત્યારે એટલે કે આ વખતે વિશ્વ કપ જીતવા માટે ભારત પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝએ ચાર દાવેદાર મનાય છે. આ વખતના ટી -૨૦ વર્લ્ડ કપમાં વિજેતા થનાર ટીમને ૧૬ લાખ ડોલર એટલે આશરે રૂા.૧૨ કરોડનું ઈનામ મળશે. જ્યારે રનર્સ અપ ટીમને ૮ લાખ ડોલર એટલે કે ૬ કરોડ રૂપિયાનું ઈનામ મળશે. સેમિફાઈનલમાં હારેલી બન્ને ટીમોને ૪ લાખ અમેરિકી ડોલર એટલે કે ૩ -૩ કરોડ રૂપિયાનું ઈનામ મળશે.

પ્રથમ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો એમ. એસ. ધોનીની આગેવાની હેઠળની અમુક સિનિયર અને બાકીના યુવા ક્રિકેટરોની બનેલી ટીમે અભૂતપૂર્વ દેખાવ કર્યો હતો.તેમાંય ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતના તે વખતના સદાબહાર ઓલરાઉન્ડર યુવરાજસિંહે ઈંગ્લેન્ડના તરખાટ મચાવનાર એક્સપ્રેસ તરીકે જાણીતા બનેલા સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં છ દડામાં છ છગ્ગા ફટકારવાનો વિક્રમ સર્જેલો તે આજે પણ અતૂટ છે. આ વખતે પણ ભારતની ટીમ સાવ નબળી તો નથી જ. કોહલીની કેપ્ટનશીપ અને ઋષભપંત અને ઈશાન કિસન જેવા વિકેટ કિપરની અગ્નિપરીક્ષા થવાની છે. ભારતે ૨૦૦૭ના ઈતિહાસને દોહરાવીને ભારતીય ક્રિકેટની વિજય પતાકા ફરકતી રાખવાની છે.