World Cup 2023/ ભારતીય કેપ્ટન રોહિત શર્માને નવું ધાસું નિકનેમ મળ્યું…

ભારતીય ક્રિકેટ ટીમમાં મેચ બાદ ‘શ્રેષ્ઠ ફિલ્ડર’ને મેડલ આપવાની પરંપરા છે. છેલ્લી મેચમાં એક નવા ખેલાડીએ આ ખાસ સિદ્ધિ મેળવી હતી.

Trending Sports
YouTube Thumbnail 2023 11 06T154853.714 ભારતીય કેપ્ટન રોહિત શર્માને નવું ધાસું નિકનેમ મળ્યું...

ભારતીય ક્રિકેટ ટીમમાં મેચ બાદ ‘શ્રેષ્ઠ ફિલ્ડર’ને મેડલ આપવાની પરંપરા છે. છેલ્લી મેચમાં એક નવા ખેલાડીએ આ ખાસ સિદ્ધિ મેળવી હતી. તે બીજું કોઈ નહીં પણ ટીમનો કેપ્ટન રોહિત શર્મા છે. ‘હિટમેન’ શર્માએ વર્લ્ડ કપ 2023ની આઠમી મેચમાં આ ખાસ સિદ્ધિ મેળવી છે. આ દરમિયાન તેને એક નવું ‘નિકનેમ’ પણ મળ્યું. બ્લુ ટીમના ફિલ્ડિંગ કોચે તેમને પહેલીવાર ‘પ્રોફેસર’ નામથી બોલાવ્યા હતા.

https://www.instagram.com/reel/CzSlm4qyJ-B/?utm_source=ig_embed&ig_rid=7f15d78d-0490-4a8c-8272-a1b09c101a2c

દક્ષિણ આફ્રિકા સામે ‘શ્રેષ્ઠ ફિલ્ડર’ની જાહેરાત કરતા પહેલા ફિલ્ડિંગ કોચ ટી દિલીપે મેદાન પર તેમની જબરદસ્ત પ્રતિબદ્ધતા માટે ખેલાડીઓની પ્રશંસા કરી હતી. તેમણે સૌપ્રથમ સૂર્યકુમાર યાદવની ફુર્તીના વખાણ કર્યા. જે બાદ હંમેશની જેમ રવિન્દ્ર જાડેજા અને વિકેટકીપર ખેલાડી કેએલ રાહુલની શાનદાર ફિલ્ડીંગના વખાણ કરવામાં આવ્યા હતા.

અંતમાં તેમણે કેપ્ટન રોહિત શર્માને ‘પ્રોફેસર’ કહીને યોગ્ય ફિલ્ડિંગ ગોઠવવા બદલ પ્રશંસા કરી હતી. જે બાદ તેમણે તમામ ખેલાડીઓને મેદાન પર ચાલવા વિનંતી કરી હતી. અહીં તેમણે રોહિત, રાહુલ અને જાડેજાને એક વર્તુળમાં ઊભા કર્યા. જે બાદ બગી કેમ દ્વારા ‘બેસ્ટ ફિલ્ડર’ના નામની જાહેરાત કરવામાં આવી હતી.


આ પણ વાંચો: Israel Hamas War/ ઈઝરાયલ અને હમાસ યુદ્ધમાં UNના 88 કર્મચારીઓના મોત: રિપોર્ટ

આ પણ વાંચો: Indian Economy/ ભારતીય ઇકોનોમી છે ટનટનાટનટન…

આ પણ વાંચો: Defence Corridor/ ભારતમાં પહેલી વખત ડિફેન્સમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી