IT raids/ તાપસી પન્નુના બૉયફ્રેન્ડે કિરણ રિજિજુ પાસે માંગી મદદ, ખેલ મંત્રીએ આપ્યો આ જવાબ

આવકવેરા વિભાગે આ સપ્તાહની શરુઆતમાં તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ સહિત બૉલીવુના અનેક સેલેબ્સના ઘર પર દરોડા પાડ્યા છે. દરમિયાન તાપસી પન્નુના બૉયફ્રેન્ડ અને બેડમિન્ટન પ્લેયર મૈથિયાસ બોએએ સોશિયલ મીડિયા પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ પાસે મદદ માંગી છે. તેમણે કહ્યું કે એક્ટ્રેસનો પરિવાર હાલ તણાવમાં છે. મેથિયાસ બોએએ ટ્વિટ કરતાં લખ્યું કે, ‘હું મોટી […]

India
Taapsee Pannu Mathias Boe તાપસી પન્નુના બૉયફ્રેન્ડે કિરણ રિજિજુ પાસે માંગી મદદ, ખેલ મંત્રીએ આપ્યો આ જવાબ

આવકવેરા વિભાગે આ સપ્તાહની શરુઆતમાં તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ સહિત બૉલીવુના અનેક સેલેબ્સના ઘર પર દરોડા પાડ્યા છે. દરમિયાન તાપસી પન્નુના બૉયફ્રેન્ડ અને બેડમિન્ટન પ્લેયર મૈથિયાસ બોએએ સોશિયલ મીડિયા પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ પાસે મદદ માંગી છે. તેમણે કહ્યું કે એક્ટ્રેસનો પરિવાર હાલ તણાવમાં છે.

મેથિયાસ બોએએ ટ્વિટ કરતાં લખ્યું કે, ‘હું મોટી મુશ્કેલીમાં છું. પહેલીવાર એક કોચ તરીકે ઇન્ડિયામાં કેટલાક મહાન એથલીટ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું, બીજી બાજુ આવકવેરા વિભાગે તાપસી પન્નુના પરિવારવાળા, મુખ્યત્વે તેમના માતા-પિતા પર કારણ વગર દબાણ બનાવવા માટે તેમના ઘરે દરોડા પાડી રહ્યા છે. કિરણ રિજિજુ પ્લીઝ કંઇક કરો’

મૈથિયાસ બોએના ટ્વીટ પર કિરણ રિજિજુએ પ્રતિક્રિયા આપતા લખ્યું કે તેમણે પોતાનું પ્રોફેશનલ કર્તવ્ય નિભાવવું જોઇએ. કિરણ રિજિજુએ ટ્વીટ કરતાં લખ્યું કે ભારતની ધરતીનો કાયદો સર્વોચ્ચ છે અને આપણે તેનું પાલન કરવું પડશે. જે પણ કંઇ થઇ રહ્યું છે તે તમારા અને મારા કેસથી ઘણું આગળ છે. આપણે આપણું કર્તવ્ય કરતા રહેવું જોઇએ, ભારતીય ખેલ માટે આ જ સૌથી સારુ રહેશે.