Not Set/ બેગમાંથી બે ટુકડા કરેલી મહિલાની લાશ મળતા મચી ચકચાર

દિલ્લી દક્ષિણ પૂર્વ દિલ્લીના સરિતા વિહાર વિસ્તારમાં એક બેગમાંથી મહિલાની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. લોકોના શ્વાસ ત્યારે થંભી ગયા જયારે બેગને ખોલવામાં આવી અને તેમાંથી મહિલાના શરીરના બે ટુકડામાં લાશ મળી આવી. મળતી માહિતી મુજબ જયારે એક વ્યક્તિએ ખાલી પ્લોટમાં એક બેગ પડેલી જોઈ, જેના બાદ પોલીસને સુચના આપવામાં આવી. ઘટનાની જાણ થતા […]

Top Stories India Trending
201806221258244250 Womans dismembered body found in bag in southeast Delhi SECVPF બેગમાંથી બે ટુકડા કરેલી મહિલાની લાશ મળતા મચી ચકચાર

દિલ્લી

દક્ષિણ પૂર્વ દિલ્લીના સરિતા વિહાર વિસ્તારમાં એક બેગમાંથી મહિલાની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. લોકોના શ્વાસ ત્યારે થંભી ગયા જયારે બેગને ખોલવામાં આવી અને તેમાંથી મહિલાના શરીરના બે ટુકડામાં લાશ મળી આવી.

મળતી માહિતી મુજબ જયારે એક વ્યક્તિએ ખાલી પ્લોટમાં એક બેગ પડેલી જોઈ, જેના બાદ પોલીસને સુચના આપવામાં આવી. ઘટનાની જાણ થતા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસે જયારે બેગની જાંચ પાડતાલ કરી ત્યારે બેગમાંથી પોલીસને મહિલાની લાશ મળી આવી. પોલીસ પણ ત્યારે ચોંકી ગઈ હતી જયારે બેગની અંદર મહિલાના શરીરના બે ટુકડા જોયા.

પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી છે. હાલ પોલીસે આઈપીસી કલમ 302 અને 201 હેઠળ કેસ નોંધ્યો છે. હજુ સુધી મહિલાની કોઈ ઓળખ થઇ નથી. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી શરુ કરી છે.