Not Set/ તાઇવાન ચીનથી હવે ડરશે નહીં,અમેરિકા પાસે સમય પહેલા માંગ્યા F-16 ફાઇટર

તાઇવાનના અધિકારીઓએ વોશિંગ્ટનને તાઇપેઇમાં અમેરિકન બનાવટનાં એફ -16 ફાઇટર જેટની ડિલિવરી ઝડપી કરવા વિનંતી કરી છે.

Top Stories
china તાઇવાન ચીનથી હવે ડરશે નહીં,અમેરિકા પાસે સમય પહેલા માંગ્યા F-16 ફાઇટર

ચીનના વધતા ખતરા વચ્ચે તાઇવાને અમેરિકાને F-16 ફાઇટર જેટ વહેલી તકે પહોંચાડવા વિનંતી કરી છે. હવે તાઇવાએ ચીન સાથે બે હાથ કરવાનું મન બનાવી લીધું છે. આ જ કારણ છે કે તે પોતાની સલામતી માટે પહેલા કરતા વધારે તૈયાર લાગે છે. ચીની લડાકુ વિમાનોની ઘૂસણખોરી અને ડ્રેગન તરફથી વધતા ખતરાના અહેવાલો વચ્ચે, તાઇવાનના અધિકારીઓએ વોશિંગ્ટનને તાઇપેઇમાં અમેરિકન બનાવટનાં એફ -16 ફાઇટર જેટની ડિલિવરી ઝડપી કરવા વિનંતી કરી છે.

અહેવાલ અનુસાર  અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્રે તાઇવાનના અધિકારીઓ સાથે અમેરિકન નિર્મિત એફ -16 વિમાનોને તાઇવાનમાં ઝડપી પહોંચાડવાની શક્યતા અંગે ચર્ચા કરી છે.ઉલ્લેખનીય છે કે 2019 માં તાઈવાને અમેરિકાથી F-16 ફાઈટર જેટ ખરીદવાનો સોદો કર્યો હતો, જે લગભગ 10 વર્ષમાં પૂર્ણ થશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 22 ફાઇટર જેટ્સના વેચાણને 2019 માં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ચીનની ઉશ્કેરણી અને ધમકીને જોતા તાઇવાનને વાસ્તવિક ડિલિવરીનો સમય ઝડપી થવાની ધારણા છે, જે સામાન્ય રીતે 10 વર્ષ સુધીનો સમય લઇ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિકાસ એવા સમયે થયો છે જ્યારે પેન્ટાગોન ઇન્ડો-પેસિફિક કમાન્ડ વધતી જતી ચિંતા જોઈ રહ્યું છે કારણ કે ચીન ઝડપથી તેના સૈન્યને આધુનિક બનાવે છે અને તાઈવાનને ધ્યાનમાં રાખીને તેની તાલીમ સુધારે કર્યો છે.