આજે સમગ્ર દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. ત્યારે આપણા દેશમાં કોરોનાનો તાંડવ જોવા મળી રહ્યો છે. આ સંકટનાં સમયમાં એક નવા સંશોધનથી બહાર આવ્યું છે કે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ત્રણ મહિના સુધી કોરોના દર્દીઓનાં ફેફસાં અસરગ્રસ્ત રહે છે અને કેટલાક કેસોમાં આનાથી પણ લાંબા સમય સુધી સંક્રમિત હોવાનુ સામે આવ્યુ છે.

સંશોધન / વિટામિન-ડીની ઊણપથી બાળકોમાં આવે છે ગુસ્સો અને ચીડિયાપણું, આ 7 ખોરાક ખવડાવો
યુ.કે.નાં શેફિલ્ડ અને ઓક્સફર્ડનાં સંશોધનકારોએ અત્યાધુનિક ઇમેજિંગ ટેકનોલોજીની મદદથી આ અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે સામાન્ય સીટી સ્કેનમાં ફેફસાંનું નુકસાન થતું નથી અને દર્દીઓને કહેવામાં આવે છે કે તેમના ફેફસાં સામાન્ય છે. એક અધ્યયનની શરૂઆતમાં, આ સંશોધનકારોની ટીમે શોધી કાઠ્યું હતું કે, જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી પડી પરંતુ તેમને લાંબા સમય સુધી શ્વસનની તકલીફ રહી હતી, સંભવતઃ તેમના ફેંફસામાં પણ એવું જ નુકસાન થઈ શકે છે. શેફિલ્ડ યુનિવર્સિટીએ બુધવારે એક પ્રકાશન બહાર પાડ્યું, જેમાં જણાવ્યું છે કે, આની પુષ્ટિ કરવા માટે વિસ્તૃત સંશોધન કરવાની જરૂર છે. આ અભ્યાસ જર્નલ રેડિયોલોજીમાં પ્રકાશિત થયો છે. આમાં સંશોધનકારો કહે છે કે, હાઇપરપોરાઇજ્ડ ઝોનોન એમઆરઆઈ (એક્સઈએમઆરઆઈ) સ્કેનનાં મારફતે કોવિડ-19 નાં કેટલાક દર્દીઓનાં ફેફસામાં ત્રણ મહિના અને કેટલાક કેસોમાં તો નવ મહિના બાદ સુધી અસામાન્યતા જોવા મળી જ્યારે તેમના અન્ય ક્લિનિકલ સામાન્ય હતા.

ઘરેલું ઉપચાર / કોરોના કાળમાં તણાવનો શિકાર બની ચુક્યા છો તો દવાથી નહીં પરંતુ ડાયેટથી કરો ઉપચાર
પ્રમુખ તપાસનીસ પ્રોફેસર ફેરગસ ગ્લીસનને જણાવ્યું છે કે, ઘણા કોવિડ-19 દર્દીઓ હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી મહિનાઓ સુધી શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે, જ્યારે તેમના સીટી સ્કેન જોતા બતાવે છે કે તેમના ફેંફસા સામાન્ય રીતે કાર્ય કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પરંતુ જ્યારે અમે હાઈપરપોલરાઇઝ્ડ ઝેનોન એમઆરઆઈ (એક્સઇએમઆરઆઈ) નો ઉપયોગ કરીને સ્કેન કર્યુ, ત્યારે અમે જોયું કે ફેફસાનાં સરળ સ્કેનમાં જોવા મળતી અસામાન્યતાઓ ઓક્સિજનને સામાન્ય રીતે ફેંફસાનાં તમામ ભાગોમાં પહોંચતા અટકાવે છે.

