Ahmedabad News: અમદાવાદમાં વરસાદી વાતાવરણનો લાભ ઉઠાવીને ફેક્ટરી માલિકોએ કેમિકલવાળું પાણી છોડ્યું છે. ફેક્ટરી માલિકોના આ કૃત્ય સામે જીપીસીબી અને એએમસી મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે.
રાત્રિ દરમિયાન અમદાવાદ અને આસપાસની તમામ ફેક્ટરીઓ કેમિકલયુક્ત પાણી છોડે છે. દિલ્હીમાં યમુના નદીમાં જે રીતે ફીણના પહાડ જોવા મળે છે તેવા ફીણના પહાડ અમદાવાદની ખારી નદીમાં પણ જોવા મળી રહ્યા છે. આ માલિકોને કોઈ રોકનાર કે પૂછનાર નથી.
આ સ્પષ્ટપણે બતાવે છે કે જીપીસીબી અને એએમસીના અધિકારીઓની ફેક્ટરી માલિકો સાથે મિલીભગત છે. તેના વગર તો આ રીતે જાહેરમાં બેરોકટોક કેમિકલવાળું પાણી છોડવું શક્ય નથી. ગુજરાત હાઇકોર્ટ જીપીસીબી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી-કાઢીને થાકી ગઈ, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. કેમિકલ ફીણના ગોટેગોટાના લીધે સ્થાનિક લોકો હેરાનપરેશાન થઈ ગયા છે. કોર્પોરેશન અને જીપીસીબીને આ મુદ્દે રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે.
આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ
આ પણ વાંચો: અંબાલાલ પટેલની ચેતવણીઃ રાજ્યમાં જુલાઈના અંત ભાગમાં પૂર આવી શકે
આ પણ વાંચો: એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને અનુસરોઃ સી આર પાટીલ
આ પણ વાંચો: વડોદરામાં ડોક્ટરનું નર્સ પર લગ્નની લાલચે દુષ્કર્મ