Not Set/ તાલિબાનનો વડા હૈબતુલ્લા અખુંદઝાદા કંદહારમાં જ છુપાયો છે,ટૂંક સમયમાં દુનિયા સામે આવશે

હૈબતુલ્લા અખુંદઝાદા એવા આતંકવાદીઓમાંથી  એક છે, તેની  માહિતી દુનિયા સાથે ઘણી ઓછી છે. તે આજ સુધી પ્રજા સામે  ક્યારેય હાજર થયો નથી.

Top Stories
hebtullaha તાલિબાનનો વડા હૈબતુલ્લા અખુંદઝાદા કંદહારમાં જ છુપાયો છે,ટૂંક સમયમાં દુનિયા સામે આવશે

અમેરિકા સાથેના કરારમાં નક્કી કરવામાં આવ્યું હતું કે તાલિબાન અફઘાનિસ્તાનની ધરતી પર કોઈ આતંકવાદીને મદદ કરશે નહી અને ધરતીનો ઉપયોગ કરવા દેશે નહી. આતંકનો માસ્ટર અને તાલિબાનનો સર્વોચ્ચ કમાન્ડર હૈબતુલ્લા અખુંદઝાદા કંધારમાં છુપાયેલો છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ માહિતી આપી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં હૈબતુલ્લા અખુંદઝાદા દુનિયા સમક્ષ આવશે.

નોધનીય છે કે હૈબતુલ્લા અખુંદઝાદા એવા આતંકવાદીઓમાંથી  એક છે, તેની  માહિતી દુનિયા સાથે ઘણી ઓછી છે. તે આજ સુધી પ્રજા સામે  ક્યારેય હાજર થયો નથી.

હૈબતુલ્લા અખુંદઝાદા એવો આતંકવાદી છે,તેને પોતાની સંસ્થાના બહુ ઓછા લોકોએ જોયો છે . તાલિબાનના ઘણા ટોચના નેતાઓ એ  પણ તેના રહેઠાણ  વિશે પણ જાણતા નથી. તે રોજિંદા જીવનમાં શું કરી રહ્યો છે તે તાલિબાનઓને  પણ ખબર નથી. જો કે, તે ઇસ્લામિક તહેવારો પર વીડિયો દ્વારા આતંકવાદીઓને સંદેશો મોકલે છે.આતંકવાદી નેતા અખુંદઝાદાએ 2016 માં તાલિબાનનો હવાલો સંભાળ્યો હતો. ત્યારથી તે અફઘાનિસ્તાનમાં રહે છે, પરંતુ કોઈ પણ દેશની ગુપ્તચર સંસ્થા તેના વિશે માહિતી મેળવી શકી નથી. આ પહેલા પણ તાલિબાન પોતાના ટોચના નેતાઓને આ રીતે છુપાવી રહ્યું છે.

કંદહારને અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓનો સૌથી મોટો ગઢ માનવામાં આવે છે. અખુંદઝાદા પહેલા મુલ્લા ઓમર તાલિબાનના સર્વોચ્ચ નેતા હતા. તેમણે તાલિબાન શાસન દરમિયાન ખૂબ જ ભાગ્યે જ કાબુલની મુલાકાત લીધી હતી. ઉમરનું ઠેકાણું પણ કંદહાર હોવાનું કહેવાય છે.અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થયાને લગભગ 15 દિવસ થઈ ગયા છે, પરંતુ અત્યાર સુધી અખુંદઝાદાનું કોઈ નિવેદન મીડિયા સામે આવ્યું નથી. જો કે, તાલિબાનો તેના ઈશારે કામ કરી રહ્યા છે. હવે તાલિબાન પ્રવક્તાના નિવેદન બાદ વિશ્વ સમક્ષ તેના આવવાની ચર્ચાએ જોર પકડ્યું છે.