Not Set/ તાલિબાને અમેરિકાને આપી ધમકી, આ તારીખ સુધી પોતાની સેના પરત નહી ખેંચે તો…

અફઘાનિસ્તાનનાં મોટાભાગનાં પ્રાંત તાલિબાન દ્વારા નિયંત્રિત છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ચાલ્યા ગયા છે.

Top Stories World
તાલિબાને

અફઘાનિસ્તાનનાં મોટાભાગનાં પ્રાંત તાલિબાન દ્વારા નિયંત્રિત છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ચાલ્યા ગયા છે. આ દરમિયાન તાલિબાને અમેરિકાને ધમકી આપી દીધી છે. તેમણે કહ્યું છે કે, જો અમેરિકા 31 ઓગસ્ટ સુધીમાં પોતાની સેના પાછી ખેંચશે નહીં તો તેણે ભયંકર પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

1 242 તાલિબાને અમેરિકાને આપી ધમકી, આ તારીખ સુધી પોતાની સેના પરત નહી ખેંચે તો...

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલિબાન સેના પંજશીર પ્રાંતને કબ્જે કરવાની તૈયારીમાં, થઇ રહી છે જબરદસ્ત અથડામણ

તાલિબાને કાબુલ પર કબ્જો કરી લીધો છે. આવી સ્થિતિમાં તમામ દેશો પોતાના નાગરિકોને અફઘાનિસ્તાનથી બચાવીને પોતાના દેશમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દરમિયાન, તાલિબાન હવે અમેરિકાને આંખો બતાવી રહ્યું છે. તાલિબાનનું કહેવું છે કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને પાછા ખેંચવામાં વિલંબ થશે તો અમેરિકાને તેનુ ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે. આતંકવાદી સંગઠન દ્વારા અમેરિકાએ આ માટે 31 ઓગસ્ટની સમયમર્યાદા આપી છે. આપને જણાવી દઈએ કે, અગાઉ અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડને કહ્યું હતું કે ,અમેરિકી દળો નાગરિકોને બહાર કાઠવામાં મદદ માટે 31 ઓગસ્ટ સુધી કાબુલમાં રહી શકે છે. આપને જણાવી દઈએ કે, આતંકવાદી સંગઠને કાબુલ પર કબ્જો કર્યો છે. તેના કારણે અમેરિકાને તેના દૂતાવાસ સાથે કાબુલ એરપોર્ટ પર શિફ્ટ થવું પડ્યુ છે. એટલું જ નહીં અમેરિકાએ એરપોર્ટની સુરક્ષા માટે પોતાના 6000 સૈનિકો મોકલ્યા છે.

1 241 તાલિબાને અમેરિકાને આપી ધમકી, આ તારીખ સુધી પોતાની સેના પરત નહી ખેંચે તો...

આ પણ વાંચો – હુમલો / પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છેલ્લા ત્રણ દિવસમાં આજે બીજો હુમલો, આ ઘટનાથી ચીનની ચિંતા વધતી જોવા મળી

રાષ્ટ્રપતિ જો બિડેન કહે છે કે, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી અમેરિકનોને બચાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જો કે, તેમણે તણાવગ્રસ્ત દેશમાંથી 31 ઓગસ્ટની સમયમર્યાદાથી આગળ આ અભિયાન ચલાવવાની શક્યતાને નકારી નથી. આપને જણાવી દઈએ કે બિડેને કહ્યું છે કે, 31 ઓગસ્ટની સમયમર્યાદાથી વધુ લોકોને હવાઈ માર્ગે પરત લાવવાના કામને લંબાવવાનાં સંબંધમાં સૈન્ય ચર્ચા ચાલી રહી છે. અત્રે જણાવી દઈએ કે, અમેરિકા દ્વારા 11 સપ્ટેમ્બર પહેલા અફઘાનિસ્તાન છોડવાની જાહેરાત કરવામાં આવી હતી. વળી, જલ્દી જ અમેરિકન દળોની પીછેહઠ શરૂ થઈ, બીજી બાજુથી તાલિબાનનો કબ્જો પણ શરૂ થયો. અત્યારે 5 હજારથી વધુ યુએસ સૈનિક કાબુલ એરપોર્ટ પર હાજર છે. અમેરિકન સૈનિકો ત્યાં બચાવ કામગીરી કરી રહ્યા છે. આ સાથે નાટો દેશોનાં સૈનિકો પણ તેમના નાગરિકોને બચાવી રહ્યા છે.