Not Set/ રાજ્યમાં મહિલા સલામતીની વાતો માત્ર કાગળ પર, 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

રાજ્યમાં રોજ એક ઓછામાં ઓછી દુષ્કર્મની ઘટના બની રહી છે. જે ખુબ જ શરમજનક સાબિત થઈ રહ્યું છે.

Gujarat

રાજ્યમાં મહિલા સલામતીની જે વાતો સરકાર કરે છે તે કેટલી સાચી છે તે રોજના બનાવો જોયા બાદ લોકો અંદાજો લગાવી શકે છે. રાજ્યમાં રોજ એક દૂષકમની ઘટના ઓછામાં ઓછી બની રહી છે. જે ખુબજ શરમજનક સાબિત થઈ રહ્યું છે. મહિલાઓની સાથે થઈ રહેલી જાતીય સતામણીના બનાવો રોકવામાં પ્રશાસન નિસફળ રહ્યું છે. કારણકે , રાજ્યમાં એવો કડક કાયદો લાવવાની જરૂર દેખાય રહી છે કે જેનાથી ગુનેગારો એક વાર ગુનો કરતાં દસ વાર વિચાર કરે. તો જ રાજ્યમાં બની રહેલા દુષ્કર્મના ગુનાઓને રોકી શકાશે.

તાજેતરની જો વાત કરી તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક ગામમાં કુટુંબી પિતરાઇએ ૭ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર શહેરા પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરા તાલુકાના એક ગામમાં ૧ ઓગસ્ટ રવિવારના રોજ સવારે પતિ અને પત્ની રોજકામ માટે બહાર ગયા હતા અને તેઓના સંતાનો ઘરે હતા, ત્યારે બપોરના સમયે તેમના ફળિયામાં જ રહેતો ૨૪ વર્ષીય રમેશ ત્યાં આવી પહોંચ્યો હતો અને ૭ વર્ષીય પોતાની કુટુંબી પિતરાઇ બહેનને જણાવ્યું હતું કે, ચાલ મારા ઘરે ખાતર મૂકવાનું છે, આથી બાળ સહજ ૭ વર્ષીય બાળકી તેની સાથે ચાલી નીકળી હતી. ઘરમાં એકાંતમાં કુટુંબી પિતરાઇ રમેશ વાસનાનો કીડો સળવળતાં ફૂલ જેવી બાળકીને પિંખી નાખીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીને ૧૦ રૂપિયા આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. સાંજે ૫ વાગ્યે તેણીની માતા આવતા ફૂલ જેવી બાળકી ખાટલામાં કણસતી ગોદડી ઓઢીને સૂતી હતી. જેથી બીજી દીકરીને પૂછતાં તેણીએ જણાવ્યું હતું કે બહેનને ગુપ્ત ભાગેથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો છે, જેથી ગોદડી હટાવી જાેતા રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આવું થવાનું કારણ પૂછતાં ડરી ગયેલી બાળકીએ ધ્રુજતા અવાજે બનેલી ઘટનાની પૂરી કેફિયત રજૂ કરી હતી જે સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

બાળકીને સૌ પ્રથમ શહેરા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ગોધરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ચકચારી ઘટનાને પગલે ખોબલા જેવા ગામમાં અને પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. પોલીસે બનાવની ગંભીરતા જાેતા ગણતરીના કલાકોમાં જ બળાત્કારી આરોપી રમેશને ઝડપી પાડી કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કાર્યવાહી બાદ ધરપકડ કરવામાં આવશે.