Gujarat/ કોરોનાની રસી લીધા બાદ દહેગામના તાલુકા હેલ્થ ઓફિસર કોરોના સંક્રમિત

આરોગ્ય કર્મી કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ફફડાટ

Ahmedabad Gujarat
vksin કોરોનાની રસી લીધા બાદ દહેગામના તાલુકા હેલ્થ ઓફિસર કોરોના સંક્રમિત

તાલુકા હેલ્થ ઓફિસરે તા.16 જાન્યુઆરી અને 24 ફેબ્રુઆરીએ  લીધી હતી કોરોનાની રસી

ચુંટણી પૂર્ણ થતા કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમજ દહેગામ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં રાજકીય કાર્યકરો દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સનો ભંગ કરી રાજકીય મેળાવડા અને સભાઓ કર્યા બાદ કોરોના પોઝીટીવના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દહેગામ તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા વેક્સીન લીધી હોવા છતા તેઓ કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્ણ થતા કોરોનાના  કેસમાં વધારો થવા પામ્યો છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા લોકોને વેક્સીન પણ આપવામાં આવી રહી છે. ત્યારે દહેગામ તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા તા.16 જાન્યુઆરીના રોજ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો જે બાદ તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા તા.24 ફેબ્રુઆરીએ વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો.  તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા કોરોનાથી બચવા માટે વેક્સીન લીધી હોવા છતા તાલુકા હેલ્થ ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ગ્રામજનો આરોગ્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.