નિધન/ આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો હતો આ એકટર, મૃત્યુ બાદ ઓટોરિક્ષામાં મળ્યો મૃતદેહ

જાણીતા તમિળ અભિનેતા વિરૂત્છગાકાંતનું નિધન થયું છે. અભિનેતાનું 24 માર્ચે નિધન થયું હતું. સમાચાર અનુસાર, તમિલ અભિનેતાનો મૃતદેહ ચેન્નઈમાં એક ઓટોમાંથી મળી આવ્યો છે.

Entertainment
A 254 આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો હતો આ એકટર, મૃત્યુ બાદ ઓટોરિક્ષામાં મળ્યો મૃતદેહ

જાણીતા તમિળ અભિનેતા વિરૂત્છગાકાંતનું નિધન થયું છે. અભિનેતાનું 24 માર્ચે નિધન થયું હતું. સમાચાર અનુસાર, તમિલ અભિનેતાનો મૃતદેહ ચેન્નઈમાં એક ઓટોમાંથી મળી આવ્યો છે. અભિનેતા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ જે રીતે અભિનેતાનો મૃતદેહ મળ્યો છે તે દરેકને આશ્ચર્ય થાય છે.

આ પણ વાંચો :વાળમાં વેણી, માથા પર લાલ બિંદી અને કાંજીવરમ સાડીમાં કંગના રનૌતને જોઇને નજર નહીં હટાવી શકો…

Virutchagakanth

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે અભિનેતા વિરૂત્છગાકાંત સૂતા હતા ત્યારે તેમણે આ વિશ્વને અલવિદા કહ્યું હતું. જોકે, અભિનેતાનું મોત કેમ થયું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ચાહકોને વિશ્વાસ નથી થઇ રહ્યો કે વિરૂત્છગાકાંત હવે આ દુનિયામાં નથી.

આ પણ વાંચો : હવે બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટને થયો કોરોના, થયા ક્વોરેન્ટીન

એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરૂત્છગાકાંત  લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા. સમાચારો અનુસાર વિરૂત્છગાકાંત તેમના માતાપિતાના અવસાન બાદથી ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે કામ મળવાનું બંધ કર્યું ત્યારે અભિનેતાની સમસ્યાઓ વધુ બમણી થઈ ગઈ. સમાચારો અનુસાર આર્થિક સંકડામણના કારણે અભિનેતાને રસ્તા પર ઓટોમાં સૂવું પડ્યું હતું.

विरुत्छगाकांत

એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાએ સુવા માટે મંદિરોનો ટેકો પણ લીધો હતો. સમસ્યાઓના કારણે અભિનેતાઓ માનસિક રીતે તૂટી ગયા હતા. થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા કે ડિરેક્ટર સાઇ ધિનાએ વિરૂત્છગાકાંતને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો :ગોડઝિલા વર્સિસ કોન્ગ ફિલ્મને મળ્યો જબરો પ્રતિસાદ, રેકોર્ડ બ્રેક ઓનલાઈન બુકિંગ થયું