Not Set/ તંજાનિયા: મીની બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, 26 લોકોના મોત

ડોડોમા, તન્ઝાનિયામાં એક મિની બસ અને ટ્રક વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં 26 લોકોના મોત થયા છે જેમાં 9 લોકો ઘાયલ થયા છે. જ્યારે તન્જાનિયાના રાષ્ટ્રપતિ જ્હોન મુગુફુલીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. દેશના ટ્રાફિક પોલીસ કમાન્ડર ફ્રોર્ચુનેટ્‌સ મુસિલુમુએ જણાવ્યુ કે દક્ષિણી શહેર મ્કુરંગામાં મોડી રાત્રે થયેલ આ દુર્ઘટનામાં  8 બાળકો અને13 મહિલા સહિત […]

World
rescue worker 69c5ba52 3054 11e8 8732 87a46da2a8cc તંજાનિયા: મીની બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, 26 લોકોના મોત

ડોડોમા,

તન્ઝાનિયામાં એક મિની બસ અને ટ્રક વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં 26 લોકોના મોત થયા છે જેમાં 9 લોકો ઘાયલ થયા છે. જ્યારે તન્જાનિયાના રાષ્ટ્રપતિ જ્હોન મુગુફુલીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

દેશના ટ્રાફિક પોલીસ કમાન્ડર ફ્રોર્ચુનેટ્‌સ મુસિલુમુએ જણાવ્યુ કે દક્ષિણી શહેર મ્કુરંગામાં મોડી રાત્રે થયેલ આ દુર્ઘટનામાં  8 બાળકો અને13 મહિલા સહિત કુલ 26 લોકોના મોત થયા છે.

c959cf40 d602 4867 b80b 98de6bb6413c તંજાનિયા: મીની બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, 26 લોકોના મોત

જ્યારે નવ લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાનુ કારણ હજી સામે આવ્યુ નથી. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.

download 5 તંજાનિયા: મીની બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, 26 લોકોના મોત

મહત્વનુ છે કે,  રોડની સ્થિતિ સારી ન હોવાના કારણે તેમજ ટ્રાફિકના નિયમોનુ પાલન ન થયુ હોવાના કારણે પૂર્વ આફ્રિકાના દેશોમાં આ પ્રકારના માર્ગ અકસ્માત સામે આવે છે.  સરકારી આંકડા મુજબ દર વર્ષે માર્ગ અકસ્માતમાં 9 હજાર લોકોના મોત થાય છે પીડિતોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

આ પહેલા 20 માર્ચે ફિલીપીનની રાજધાનીના દક્ષિણમાં એક બસ નદીમાં પડી ગઈ હતી જેમાં બસના ડ્રાઈવર સહિત લગભગ 19 લોકોના મોત થયા હતા. આ ઘટનાની જાંચ પડતાલ કરી રહેલા પોલીસ અધિકારી અલિક્સ ગોએ જણાવ્યું હતું કે ડ્રાઈવરે ટેકનીકલ ખામીના કારણે બસ પરથી નિયત્રણ ખોઈ દીધું હતું.