Not Set/ “સપા-બસપાનું ગઠબંધન સ્વાર્થપૂર્ણ નથી પરંતુ ભાજપના કુશાસનની વિરૂદ્ધ છે” : માયાવતી

લખનઉ, હાલમાં ઉત્તરપ્રદેશમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધનની હાર થઇ હતી. પરંતુ આ હાર બાદ પણ બસપાનો સપા સાથેનો મોહ હજુ યથાવત જોવા મળી રહ્યો છે. આ વચ્ચે બસપા સુપ્રીમો માયાવતીએ સોમવારે લખનઉ ખાતે પોતાના વરિષ્ટ નેતાઓ સાથે બેઠક યોજી છે અને આ બેઠકમાં સપા સાથેના આગામી સમયના ગઠબંધનને લઇ ચર્ચા […]

India
GZGGKK "સપા-બસપાનું ગઠબંધન સ્વાર્થપૂર્ણ નથી પરંતુ ભાજપના કુશાસનની વિરૂદ્ધ છે" : માયાવતી

લખનઉ,

હાલમાં ઉત્તરપ્રદેશમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધનની હાર થઇ હતી. પરંતુ આ હાર બાદ પણ બસપાનો સપા સાથેનો મોહ હજુ યથાવત જોવા મળી રહ્યો છે. આ વચ્ચે બસપા સુપ્રીમો માયાવતીએ સોમવારે લખનઉ ખાતે પોતાના વરિષ્ટ નેતાઓ સાથે બેઠક યોજી છે અને આ બેઠકમાં સપા સાથેના આગામી સમયના ગઠબંધનને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ આ બેઠકમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે પણ રણનીતિ તૈયાર કરવામાં આવશે.

જો કે આ બેઠક પહેલા જ માયાવતીએ ભાજપ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, “સપા-બસપાનું ગઠબંધન સ્વાર્થપૂર્ણ નથી પરંતુ ભાજપને રોકવા માટે છે અને તે આગળ પણ ચાલુ રહેશે”.

ભાજપ માત્ર બાબા સાહેબ આંબેડકરનું નામ જપે છે.

માયાવતીએ બાબા સાહેબ આંબેડકરના નામ જપવા અંગે જણાવતા કહ્યું, ” આ લોકો આંબેડકરનું નામ જપે છે પરંતુ આ કેટેગરીમાંથી આવનાર દલિતો પર જ અત્યાચાર કરે છે. બસપા-સપાનું ગઠબંધન સ્વાર્થપૂર્ણ નથી પરંતુ આ ભાજપના કુશાસનની વિરૂદ્ધ છે”.

દલિતો સાથે બીજેપીએ માત્ર ડ્રામા જ કર્યા છે

તેઓએ બીજેપી પર આરોપો લગાવતા કહ્યું હતું કે, સાડા ચાર વર્ષની સરકાર દરમિયાન ખાસ કરીને દલિતોને લઇ ભાજપે માત્ર ડ્રામા કર્યા છે. મોદીજી મન કી બાતમાં બીઆર આંબેડકર માટે વાત કરી હતી પરંતુ તેમની માનસિકતા બાબા સાહેબથી બિલકુલ વિપરીત છે જેની વિરૂદ્ધ તેઓ ઉભા થયા હતા. આ જ કારણ છે કે ભાજપ-આરએસએસ છેલ્લાં કેટલાક દાયકાઓ સુધી સત્તામાંથી બહાર રહ્યાં હતા”.

તેઓએ ભાજપમાં સત્તા પર આવવા અંગે કહ્યું, “અમે ભાજપને સત્તામાં આવવાથી રોકીશું. મારા લોકો તેમના ભડકાવાથી ભડકશે નહીં. ભાજપના લોકો સપા-બસપાને લઇ ગમે તે નિવેદનબાજી કરતું રહ્યું છે પરંતુ તેનાથી અમને કોઇ ફરક પડશે નહીં.

ફીડબેક લઈને બનાવવામાં આવશે આગળની રણનીતિ

માનવામાં આવી રહ્યું છે કે, બસપા સુપ્રીમો માયાવતી પોતાના વરિષ્ઠ નેતાઓ સાથેની આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં માયાવતી બસપાના નેતાઓ પાસેથી SP-BSPના ગઠબંધન માટે જરૂરી ફીડબેક જાણશે અને આ ફીડબેકના આધાર પર જ આગળની રણનીતિ બનાવવામાં આવશે. આ બેઠક સાથે જ બસપાની મિશન ૨૦૧૯નું અભિયાન પણ શરુ થશે.

૨૦૧૯માં ૫૦ % સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવામાં આવશે.

સપા અને બસપાના આ ગઠબંધન અંગે જોવામાં આવી રહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં સપા અને બસપા પ્રદેશની અડધી અડધી સીટો પર પોતાના ઉમેદવાર ઉતારી શકે છે, પરંતુ સીટોની વહેંચણી કેવી રીતે થશે તે બંને પાર્ટીઓ માટે એક મોટો પડકાર હશે.

આ ઉપરાંત 2019ની લોકસભા ચૂંટણીનું ગઠબંધન 2022ની વિધાનસભા ચૂંટણી સુધી કાયમ રહે છે તો એ જોવું રસપ્રદ રહ્યું કે બંને પાર્ટીઓમાં શીર્ષ સ્થાન પર બેઠેલા આ નેતાઓમાંથી કોણ સીએમ પદ પર પોતાનો દાવો કરે છે ?.

બીજી બાજુ બંને પક્ષો સાથે જોડાયેલા કેટલાક નેતાઓના અનુમાન મુજબ, સપાના નેતા માયાવતીને કેન્દ્રની રાજનીતિની જવાબદારી સોપવા માંગે છે અને ગઠબંધનની સ્થિતિમાં અખિલેશને સ્ટેટ લેવલ પૉલિટિક્સમાં રાખવાનો નિર્ણય થઇ શકે છે. આ જોતા માયાવતીની પાર્ટી બસપાને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વધુ સીટો પણ આપી શકે છે.