તાંઝાનિયાનો સોશિયલ મીડિયા સ્ટાર કાઈલી પૉલ પર અજાણ્યા વ્યક્તિઓએ કથિત રીતે છરી વડે હુમલો કર્યો છે. આ સિવાય તેને લાકડીઓથી મારવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, પરંતુ તે કોઈક રીતે પોતાનો બચાવ કરવામાં સફળ રહ્યો. કાઈલીએ આ ઘટના વિશે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જણાવ્યું છે. આ સાથે તેણે પોતાની એક તસવીર પણ શેર કરી છે. આમાં તે ઘાયલ જોવા મળે છે.
કાઈલી પોલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, ‘મારા પર 5 લોકોએ હુમલો કર્યો, મારા જમણા હાથના અંગૂઠામાં છરી વડે ઈજા થઈ અને મને 5 ટાંકા આવ્યા. આ ઉપરાંત મને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો, જોકે ભગવાનનો આભારી છું કે હું બે લોકોને માર મારી પોતાનો બચાવ કરવામાં સફળ રહ્યો હતો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. કાઈલી પોલે 29 એપ્રિલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ઘટના વિશે જણાવ્યું હતું.
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં તાંઝાનિયાના સોશિયલ મીડિયા પ્રભાવક ભાઈ અને બહેનના વખાણ કર્યા હતા. PM એ કાઈલી પૉલ અને તેની બહેન નીમા પૉલની લિપ સિંકિંગ આર્ટની પ્રશંસા કરી. પીએમે કહ્યું હતું કે આ બંનેને ભારતીય સંગીત પ્રત્યે લગાવ છે, ક્રેઝ છે અને તેથી જ તેઓ ખૂબ લોકપ્રિય છે. પીએમના આ વખાણ પછી બંનેની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી હતી.
આ પણ વાંચો: Tech News/ ચીની કંપની Xiaomiને આંચકો, EDએ જપ્ત કરી 5 હજાર કરોડથી વધુની સંપત્તિ
આ પણ વાંચો: કાવતરું/ વલસાડમાં ફરી ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ, બાંદ્રા વાપી ટ્રેનની અડફેટે…
