Not Set/ તાપી/ અચાનક ડોલવા લાગે છે ડોલવણ, જાણો શું છે કારણ…?

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના લોકોને લાગે છે ડર, જી હા છેલ્લા  દોઢ મહિનાથી ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે ડોલવણ તાલુકાના 16 ગામના લોકો. છેલ્લા દોઢ મહિનાથી ડોલવણમાં ડરનું સામ્રાજ્ય ફેલાયું છે. લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. રાત્રે ઉંઘવાનું પણ બન્યું દુષ્કર બન્યું છે. કારણ કે થોડી થોડી વારે ભૂંકપના આંચકા અનુભવાય છે. […]

Gujarat Others
kamlesh tiwari wife 1 તાપી/ અચાનક ડોલવા લાગે છે ડોલવણ, જાણો શું છે કારણ...?

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના લોકોને લાગે છે ડર, જી હા છેલ્લા  દોઢ મહિનાથી ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે ડોલવણ તાલુકાના 16 ગામના લોકો. છેલ્લા દોઢ મહિનાથી ડોલવણમાં ડરનું સામ્રાજ્ય ફેલાયું છે. લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. રાત્રે ઉંઘવાનું પણ બન્યું દુષ્કર બન્યું છે. કારણ કે થોડી થોડી વારે ભૂંકપના આંચકા અનુભવાય છે.

જી હાં તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં છેલ્લા દોઢ મહિનાથી ભૂકંપના આંચકા અનુભવાય છે. વારંવાર આવતા ભૂકંપના આંચકાના કારણે હવે અહીંના લોકોને એવું લાગવા માંડ્યું છે કે કંઇ અજુગતી ઘટના ઘટવાની છે.  એક તરફ માવઠાનો માર શરૂ થયો છે, બીજી તરફ ભૂંકપના આચંકા ચાલુ થયા છે. ત્યારે સૌ કોઇની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ડોલવણ તાલુકામાં જે મુજબની સ્થિતિ સર્જાઇ છે તેને જોતા ડિઝાસ્ટર મેનેજમેન્ટે ત્રણ ક્લસ્ટર બનાવ્યાં છે. અને  ભૂકંપ સામે કેવી રીતે સાવચેતી રાખવી અને કયા કયા પગલાં લેવા  તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે જ અસરગ્રસ્ત ગામોમાં પોલીસ પેટ્રોલીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વારંવાર ધ્રુજતી ધરાના કારણે ડોલવણ તાલુકો શાંતિથી ઊંઘી શકતો નથી. ત્યારે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા કેમ આવી રહ્યા છે..?  કેમ વારંવાર ધરા ધ્રુજી રહી છે..? આ વિસ્તારમાં પેટાળમાં  કોઈ મોટી ઉથલ પાથલ તો નથી થઇ રહીને..?  શું આ ઘટના કોઈ આવનારી વિનાશકારી ઘટનાનો સંકેત તો નથી ને…??  આવા અનેક સવાલો વહીવટીતંત્ર સામે ઉભા થયા છે.. ? ત્યારે ક્યારે આ સવાલોના જવાબ મળે છે એ જોવું રહ્યું.. ?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.