અકસ્માતમાં મોત/ પ્લેન ક્રેશમાં ટાર્જન ફેમ એક્ટર જો લારાનું થયુ મોત

1990 ની સુપરહિટ ટીવી સીરિયલ ટાર્જનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા જો લારાનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. 58 વર્ષીય જો તેની પત્ની ગ્વેન લારા સાથે શનિવારે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં હતો.

World
1 122 પ્લેન ક્રેશમાં ટાર્જન ફેમ એક્ટર જો લારાનું થયુ મોત

1990 ની સુપરહિટ ટીવી સીરિયલ ટાર્જનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા જો લારાનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. 58 વર્ષીય જો તેની પત્ની ગ્વેન લારા સાથે શનિવારે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં હતો. આ અકસ્માતમાં જો ની પત્ની ગ્વેનનું પણ મોત નીપજ્યું છે.

1 126 પ્લેન ક્રેશમાં ટાર્જન ફેમ એક્ટર જો લારાનું થયુ મોત

વન ચાઇલ્ડ પોલિસી / ચીનમાં બદલાયો વસ્તી નિયંત્રણ કાયદો, હવે કપલ 3 બાળકોને આપી શકશે જન્મ

આ વર્ષ બોલિવૂડની સાથે-સાથે હોલિવૂડ માટે પણ ખરાબ સાબિત થઇ રહ્યું છે. એક તરફ, ફિલ્મોનું શૂટિંગ યોગ્ય રીતે થઈ રહ્યું નથી, તો બીજી બાજુ દર અઠવાડિયે બંને જગ્યાએથી કોઈને કોઇ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, 5 દિવસ પહેલા જ એક્ટર કેવિન ક્લાર્કનું અવસાન થયું છે. હોલિવૂડ એ દુઃખમાંથી બહાર પણ નીકળ્યું ન હતું કે ‘ટાર્જન: ધ એપિક એડવેન્ચર્સ’ અભિનેતા જો લારા શનિવારે અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.

1 124 પ્લેન ક્રેશમાં ટાર્જન ફેમ એક્ટર જો લારાનું થયુ મોત

મળતી માહિતી મુજબ, જો લારા ટેનેસીમાં એક ખાનગી જેટમાં સવાર હતો. તેની સાથે તેની પત્ની અને અન્ય 5 લોકો પણ હતા. વિમાનની મુસાફરી દરમ્યાન અચાનક વિમાન અનિયંત્રિત થઇ ગયુ અને તળાવમાં પડી ગયુ, ત્યારબાદ તેના ટૂકડા થઇ ગયા હતા. આ ઘટનામાં તેની પત્ની લારા સહિત કુલ 7 લોકોનાં મોત નીપજ્યાં છે. અકસ્માતનું કારણ ટેકનિકલ ખામી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હજી સુધી તપાસ એજન્સીઓને સ્પષ્ટ અહેવાલ મળી શક્યો નથી.

1 123 પ્લેન ક્રેશમાં ટાર્જન ફેમ એક્ટર જો લારાનું થયુ મોત

World War 2 / બીજા વિશ્વ યુદ્ધમાં ગુમ થયેલા 400 સૈનિકોની અમેરિકા ગુજરાતમાં કરશે શોધખોળ

એક અધિકારીએ જણાવ્યું કે, શનિવારે, સેસના 501 વિમાને નેશવિલેની બહાર સ્મિર્ના એરપોર્ટથી ઉડાન ભરી હતી. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી. આ પછી, સ્થાનિક વહીવટીતંત્રએ ઘણી ટીમો મોકલીને રાતોરાત બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ ત્યાં સુધીમાં 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોની ઓળખ બ્રાન્ડન હાના, ગ્વેન એસ લારા, વિલિયમ જે. લારા, ડેવિડ એલ. માર્ટિન, જેનિફર જે. માર્ટિન, જેસિકા વોલ્ટર્સ અને જોનાથન વોલ્ટર્સ તરીકે થઈ છે. લારાની સાથે એક ખ્રિસ્તી ધાર્મિક નેતા પણ હતા. હાલમાં તપાસ ટીમો તળાવમાંથી કાટમાળ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

1 125 પ્લેન ક્રેશમાં ટાર્જન ફેમ એક્ટર જો લારાનું થયુ મોત

લારાનાં પરિવારમાં તેમને ત્રણ બાળકો હતા, જે હવે અનાથ થઇ ગયા છે. જો ને તેના ટાર્જન અભિનય માટે હંમેશાં યાદ કરવામાં આવશે, જેમાં તેણે 1996 થી 2000 ની વચ્ચે 22 એપિસોડ કર્યા અને રાજાની ભૂમિકા ભજવી. તેણે ‘સ્ટીલ ફ્રન્ટીયર’, ‘સનસેટ હીટ’, ‘ગનસ્મોક: ધ લાસ્ટ અપાચે’, ‘અમેરિકન સાયબોર્ગ: સ્ટીલ વોરિયર’, ‘ધ મેગ્નીફિશન્ટ સેવન’, ‘બેવોચ’ જેવી ઘણી વધુ સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું. તેના નિધનથી હોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

kalmukho str 27 પ્લેન ક્રેશમાં ટાર્જન ફેમ એક્ટર જો લારાનું થયુ મોત