earthquke/ ઈન્ડોનેશિયામાં ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ 6.8ની નોંધાઈ તિવ્રતા

ભૂકંપનું કેન્દ્રબિંદુ એમ્બોનથી 370 કિલોમીટર દક્ષિણપૂર્વમાં

World Trending
6.8 magnitude earthquake hits Indonesias Banda Sea USGS ઈન્ડોનેશિયામાં ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ 6.8ની નોંધાઈ તિવ્રતા

બાલીઃ નેપાળમાં આવેલા તિવ્ર ભૂકંપના આંચકા બાદ હવે ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવયા છે. તાજેતરના દિવસોમાં ભારતમાં લગભગ દર બીજા દિવસે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાય છે.

યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર, બુધવારે ઈન્ડોનેશિયાના બાંદા સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયાના સમય અનુસાર ભૂકંપના તીવ્ર ઝટકો સવારે 10.23 વાગ્યે અનુભવાયો હતો.

આ ભૂકંપની તીવ્રતા 6.8 હોવાનું કહેવાય છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપ ઇન્ડોનેશિયાના એમ્બોનથી લગભગ 370 કિલોમીટર દક્ષિણપૂર્વમાં હતો. જોકે, સુનામી વોર્નિંગ સેન્ટર (PWTC) દ્વારા સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

હાલ ભૂંકપના કારણે કોઇ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ મોટી તબાહીની આશંકા સેવાઇ રહી છે.

ભૂકંપ આવે તો શું કરવું ?

ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.

વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.

ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.

ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.

ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.

ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.

ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.

દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.


Read More: યુક્રેન બાદ હવે રશિયા અને જ્યોર્જિયા વચ્ચે તણાવ વધ્યો

Read More: પુતિન આગામી વર્ષે વિદાય લેશે કે સત્તા પર રહેશે, વિશ્વની નજર

Read More: હવે માત્ર સૈનિકો જ નહીં ‘મધમાખી’ઓ પણ કરશે સરહદની સુરક્ષા!


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp, TelegramInstagramKooYouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.