Not Set/ ‘ડોનાલ્ડ ટ્રમ્પ-મોદી’, ‘કાશ્મીર’ અને ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ ના ટેટૂ આ નવરાત્રીમાં ધૂમ મચાવશે..!!

ગુજરાતમાં નવરાત્રી પૂર્વે ગરબાની તૈયારીઓ પૂર્ણ થઈ છે. યુવાનોને નવા ટેટૂ અંગેના વિષયો પણ મળી રહ્યાં છે જેના દ્વારા તેઓ સામાજિક સંદેશા આપી રહ્યા છે. આ વર્ષે 29 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. પીએમ મોદી અને યુએસ રાષ્ટ્રપતિની આ ‘મિત્રતા’ નો ક્રેઝ હવે ગુજરાતના ગરબા સુધી પહોંચી ગયો છે. ગરબાની તૈયારીમાં વ્યસ્ત રહેતી ગુજરાતી […]

Top Stories Gujarat Navratri 2022 Videos
ram5 2 'ડોનાલ્ડ ટ્રમ્પ-મોદી', 'કાશ્મીર' અને ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ ના ટેટૂ આ નવરાત્રીમાં ધૂમ મચાવશે..!!

ગુજરાતમાં નવરાત્રી પૂર્વે ગરબાની તૈયારીઓ પૂર્ણ થઈ છે. યુવાનોને નવા ટેટૂ અંગેના વિષયો પણ મળી રહ્યાં છે જેના દ્વારા તેઓ સામાજિક સંદેશા આપી રહ્યા છે. આ વર્ષે 29 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે.

પીએમ મોદી અને યુએસ રાષ્ટ્રપતિની આ ‘મિત્રતા’ નો ક્રેઝ હવે ગુજરાતના ગરબા સુધી પહોંચી ગયો છે. ગરબાની તૈયારીમાં વ્યસ્ત રહેતી ગુજરાતી છોકરીઓ તેમની પીઠ પર મોદી અને ટ્રમ્પના ટેટુ લગાવી રહી છે. બેકલેસ ચોલી અને ઈન્ડો-વેસ્ટર્ન કોસ્ચ્યુમ આ વર્ષે ગરબામાં પસંદ કરવામાં આવી રહ્યા છે.

ગરબા 'ડોનાલ્ડ ટ્રમ્પ-મોદી', 'કાશ્મીર' અને ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ ના ટેટૂ આ નવરાત્રીમાં ધૂમ મચાવશે..!!

અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ‘હાઉડી મોદી’ કાર્યક્રમ વિશ્વભરમાં ઉજવાયો હતો. હાથમાં હાથ નાખીને ચાલી રહેલા મોદી અને ટ્રમ્પની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ ટ્રેન્ડ થઈ રહી છે. પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિનાં આ ‘મિત્રતા’ નો ક્રેઝ હવે ગુજરાતના ગરબા સુધી પહોંચી ગયો છે. નવરાત્રિ પહેલા ગરબાની તૈયારી કરી રહેલી ગુજરાતી યુવતીઓ પીએમ મોદી અને ટ્રમ્પનાં ટેટૂ પોતાની પીઠ પર બનાવીને ‘વસુધૈવ કુટુંબકમ્’ નો સંદેશ આપી રહી છે.

garba 2 'ડોનાલ્ડ ટ્રમ્પ-મોદી', 'કાશ્મીર' અને ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ ના ટેટૂ આ નવરાત્રીમાં ધૂમ મચાવશે..!!

નવરાત્રીમાં હવે ફક્ત થોડા જ દિવસો બાકી છે અને વિશ્વમાં ‘ગરબા કેપિટલ’ તરીકે ઓળખાતા ગુજરાતમાં ગરબાની તૈયારી હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. મોડી રાત સુધી દાંડિયા રમવા માટે રાજ્યનાં  ખૂણે-ખૂણામાં યુવક-યુવતીઓ તેમની ગરબા શૈલીને યુનિક બનાવવાના મૂડમાં છે. આ તૈયારીઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી  ટેટુ લગાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ટેટૂઝમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી, કાશ્મીર,  પૃથ્વી અને પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેના વિવિધ ટેતુનો ક્રેઝ મોટા પ્ર્મનમાં જોવા મળી રહ્યો છે.

બેકલેસ ચોલી અને ઇન્ડો-વેસ્ટર્ન કોસ્ચ્યુમ આ વર્ષે ગરબેમાં ખૂબ પસંદ આવી રહ્યા છે. આ સિવાય આ વખતે ટેટુ દ્વારા સોશિયલ મેસેજીસ જેવા કે , ‘સે નો ટુ પ્લાસ્ટિક’ અને ‘પાણી બચાવો’ જેવા નારાઓ નાં ટેટૂ પણ ખેલૈયાઓની પીઠ પર જોવા મળશે.

આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ ટેટૂ સ્વરૂપે ગરબામાં ધૂમ મચાવતા  જોવા મળશે. તાજેતરમાં, યુએસના હ્યુસ્ટન શહેરમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની બેઠક પણ ખેલૈયાઓની હોટ ફેવરિટ ટેટૂ થીમ બની રહી છે.  ટ્રમ્પ અને મોદીનાં ટેટુ પણ મહિલાઓ તેમની પીઠ પર બનાવી રહ્યા છે. આ સિવાય કલમ 37૦ હટાવ્યા બાદ કાશ્મીરને પણ યુવા ખેલૈયાઓ ટેટૂમાં સ્થાન આપવામાં આવ્યું છે. યુવાન ત્રિરંગોથી બનેલા ટેટૂમાં, આખા કાશ્મીરને ભારતનો ભાગ ગણાવવામાં આવી રહ્યો છે.

garabaa 'ડોનાલ્ડ ટ્રમ્પ-મોદી', 'કાશ્મીર' અને ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ ના ટેટૂ આ નવરાત્રીમાં ધૂમ મચાવશે..!!

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવરાત્રી પૂર્વે ખેલૈયા ગરબાની પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. શરદ નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગરબા નાઇટ્સ અને વિવિધ કાર્યક્રમો યોજાશે. આ વર્ષે 29 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.