Not Set/ ભલભલા રાજકારણીઓની આંખોમાં આંસુ લાવી દીધા છે, આ ડુંગળીએ તો …

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં મોટા ભાગનાં દરેક રાજ્યોમાં ડુંગળીનો કકળાટ જોવા મળી રહ્યો છે. ડુંગળી ઘણા રાજ્યોમાં સફરજન કરતાં પણ વધુ ભાવથી  વેચાઈ રહી છે. ત્યારે ફરી એકવાર ડુંગળી દેશમા ચર્ચા જગાવી છે. ભૂતકાળમાં પણ ઘણીવાર ડુંગળીના ભાવ વધતાં જોવા મળ્યા છે, અને રાજકારણ પર ડુંગળી ભારે પણ પડી છે. ભૂતકાલમાં ઇન્દિરા ગાંધીએ પણ ડુંગળીને ચૂંટણીનો […]

Top Stories India Politics
ઇન્દિરા ગાંધી ભલભલા રાજકારણીઓની આંખોમાં આંસુ લાવી દીધા છે, આ ડુંગળીએ તો ...

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં મોટા ભાગનાં દરેક રાજ્યોમાં ડુંગળીનો કકળાટ જોવા મળી રહ્યો છે. ડુંગળી ઘણા રાજ્યોમાં સફરજન કરતાં પણ વધુ ભાવથી  વેચાઈ રહી છે. ત્યારે ફરી એકવાર ડુંગળી દેશમા ચર્ચા જગાવી છે. ભૂતકાળમાં પણ ઘણીવાર ડુંગળીના ભાવ વધતાં જોવા મળ્યા છે, અને રાજકારણ પર ડુંગળી ભારે પણ પડી છે. ભૂતકાલમાં ઇન્દિરા ગાંધીએ પણ ડુંગળીને ચૂંટણીનો મુદ્દો પણ બનાવ્યો હતો.

dungali ભલભલા રાજકારણીઓની આંખોમાં આંસુ લાવી દીધા છે, આ ડુંગળીએ તો ...

અત્યારે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ડુંગળીના ભાવ ફરી આકાશને સ્પર્શે છે. રાજકારણમાં, મોંઘી ડુંગળીએ રાજકીય પક્ષોની આંખોમાંથી આંસુઓ લાવી દીધાં છે, અને ઘણી વખત સરકારનો ભોગ પણ લીધો છે.

ઈંદિરા ગાંધીએ ચૂંટણીમાં ડુંગળીનો મુદ્દો બનાવ્યો હતો

ડુંગળીના ભાવએ ઘણી સરકારોની બાલી ચઢાવી છે. ઈદિરા ગાંધીએ 1980માં ડુંગળીને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો, તો 1998માં સુષ્માએ ડુંગળીને કારણે જ દિલ્હીમાં સત્તા ગુમાવી હતી.

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ડુંગળીના ભાવ ફરી આકાશને સ્પર્શે છે. રાજકારણમાં, મોંઘી ડુંગળીએ ભાલભલા રાજકીય પક્ષોની આંખોમાંથી આંસુઓ લાવી દીધાં છે. ઘણી વખત સરકારનું બલિદાન પણ લીધું છે. ચર્ચા હમેશાથી થાય છે. પરંતુ માત્ર ચહેરા બદલાયા છે. કટોકટી પછી, ઇન્દિરા ગાંધીએ ડુંગળીને ચૂંટણીનો મુદ્દો બનાવીને કોંગ્રેસને સત્તા સ્થાને લાવ્યા હતા. જ્યારે, 20 વર્ષ પહેલાં સુષ્મા સ્વરાજે આ ડુંગળીને કારણે દિલ્હીમાં પોતાની સત્તા ગુમાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, દેશમાં ઇન્દિરા ગાંધી દ્વારા આશરે બે વર્ષ સુધી કટોકટી લાદવાના નિર્ણય વિરુદ્ધ ચાલેલા આંદોલન બાદ ચૂંટણી યોજાઇ હતી. અને જેમાં  જનતા પાર્ટીની ગઠબંધન સરકાર સત્તામાં આવી હતી. મોરારજી દેસાઇ વડા પ્રધાન બન્યા હતા, પરંતુ ટૂંક સમયમાં ગઠબંધનનું વિભાજન થવાનું શરૂ થયું હતું. જનતા પાર્ટીના નેતાઓની પરસ્પર ખેંચતાણએ સરકારના મૂળિયાં હલાવીને મૂકી દીધાં હતા. જુલાઈ 1979માં, મોરારજીએ રાજીનામું આપવું પડ્યું હતું અને, ચૌધરી ચરણસિંહે વડા પ્રધાન પદના શપથ લીધા હતા, પરંતુ તેમને પણ ત્રણ અઠવાડિયા બાદ રાજીનામું આપવું પડ્યું હતું.

dungali 2 ભલભલા રાજકારણીઓની આંખોમાં આંસુ લાવી દીધા છે, આ ડુંગળીએ તો ...

1981માં ડુંગળીઇન્દિરાને પણ રડાવી હતી

1980 ની ચૂંટણીમાં જનતા પાર્ટી વિરુદ્ધ ઘણા મુદ્દાઓ હતાં. પરંતુ ઇન્દિરા ગાંધીનાં ભાષણોમાં ફક્ત ડુંગળી જ છવાયેલી હતી. આ જ કારણ છે કે આ ચૂંટણીને દેશની પ્રથમ ડુંગળીની ચૂંટણી પણ કહેવામાં આવે છે. તે સમયે ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે ડુંગળીના વધતા ભાવોને લીધે પહેલી બિન-કોંગ્રેસ સરકારનું પતન થયું છે.

1980 માં, ઇન્દિરા ગાંધી ડુંગળીના ભાવોને ચૂંટણી મુદ્દો બનાવીને સત્તા પરત ફર્યા, પરંતુ ડુંગળીની અવગણનાએ તેમને પણ ભારે પડી હતી. 1980 માં, 1 કિલોના 1 રૂપિયામાં વેચાયેલી ડુંગળી 1981 માં કિલોદીઠ રૂ .6 ના ભાવે મળવા લાગી હતી. 1981 માં, ડુંગળીએ ઇન્દિરાની ખુરશીને પણ છીનવી લીધી હતી. અને ઇન્દિરા સરકારની આંખોમાં આસું લાવી દીધાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.